ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે એક સારા સમાચાર આવી રહ્યા છે તેને અર્જુન એવોર્ડ મળી શકે છે. વાસ્તવમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI એ અર્જુન એવોર્ડ માટે શમીનું નામ મોકલ્યું છે.
શમીએ આ વર્ષે ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમી પ્રથમ 4 મેચમાં રમી શક્યો ન હતો. આ પછી જ્યારે તેને મોકો મળ્યો તો તેણે પાયમાલી મચાવી દીધી શમીએ ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી હતી જેમાં તેણે સૌથી વધુ 34 વિકેટ લીધી હતી.
શમીએ વર્લ્ડ કપમાં 5.26ની એવરેજથી આ વિકેટો લીધી હતી. જોકે ભારતીય ટીમને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ તોફાની પ્રદર્શન બાદ હવે BCCIએ આ નિર્ણય લીધો છે અને શમીનું નામ અર્જુન એવોર્ડ માટે મોકલ્યું છે.
વધુ વાંચો:ચંદ્રયાન-3 બાદ ISROની મોટી છલાંગ: અવકાશમાં મોકલશે ભારતની પહેલી મહિલા રોબોટ ‘વ્યોમિત્ર’…
તમને જણાવી દઈએ કે ભારતની સ્ટાર બેડમિન્ટન જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCIએ રમત મંત્રાલયને શમીનું નામ સામેલ કરવા માટે ખાસ વિનંતી કરી છે કારણ કે તેનું નામ દેશના બીજા સર્વોચ્ચ ખેલ સન્માનની યાદીમાં નથી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.