ટીમ ઈન્ડિયાના ધાંસુ ઓપનર શિખર ધવનના 11 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવી ગયો છે શિખરે તેની પત્ની આયેશા મુખર્જીને છૂટાછેડા આપી દીધા છે. બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા દિલ્હીના પટિયાલા હાઉસ સંકુલમાં આવેલી ફેમિલી કોર્ટે શિખર ધવનના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.
કોર્ટે એ પણ સ્વીકાર્યું કે શિખર ધવનની પત્નીએ ધવનને તેના એકમાત્ર પુત્રથી વર્ષોથી અલગ રહેવા માટે દબાણ કરીને માનસિક પીડા આપી હતી શિખર ધવને આયેશાને હરભજન સિંહના ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમાં જોઈ હતી અને તેની તસવીર જોતા જ તે તેના પ્રેમમાં પડી ગયો હતો.
આ પછી શિખરે આયેશાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. બંને વચ્ચે વાતચીત થઈ અને તેઓ ફેસબુક પર જ એકબીજાના પ્રેમમાં પડ્યા. શિખર આયેશા કરતા 10 વર્ષ નાનો છે.
વધુ વાંચો:પતિ એ 2.5 લાખની લોન લઈને પત્નીને નર્સ બનાવી, બાદમાં પત્ની તેના મજૂર પતિને છોડીને પ્રેમી સાથે…જાણો પૂરો કિસ્સો…
બંનેએ 2009માં સગાઈ કરી હતી. આ પછી ધવને 2012માં આયેશા સાથે લગ્ન કર્યા. શિખરના આ પહેલા લગ્ન હતા, પરંતુ આયેશાના બીજા લગ્ન હતા. આયેશાના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાના એક બિઝનેસમેન સાથે થયા હતા, જે તૂટી ગયા હતા. આયેશા અને તેના પહેલા પતિને રિયા અને આલિયા નામની બે દીકરીઓ છે, જે 21 અને 17 વર્ષની છે. શિખર અને આયેશાને જોરાવર નામનો પુત્ર છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.