હાલમાં એક ગજબના સમાચાર સામે આવ્યા છે કે ઓડિશા આવકવેરા વિભાગની તપાસ શાખાએ બુધવારે ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ અને દા!રૂના વેપાર સાથે સંબંધિત આ જૂથની અન્ય ત્રણ કંપનીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા આ સમયગાળા દરમિયાન આવકવેરા વિભાગની ટીમે 300 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી હતી.
આ કંપની રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ સાથે સંબંધિત છે ઓફિસ પર દરોડા દરમિયાન 150 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી હતી તે પશ્ચિમ ઓડિશામાં સૌથી મોટી સ્વદેશી દા!રૂનું ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓમાંની એક હોવાનું કહેવાય છે.
મળેલી માહિતી અનુસાર સંબલપુર કોર્પોરેટ ઓફિસમાં દરોડા દરમિયાન 150 કરોડ રૂપિયાથી વધુની રકમ પણ જપ્ત કરવામાં આવી છે અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓડિશાના બોલાંગીર અને સંબલપુર અને ઝારખંડના રાંચી, લોહરદગામાં સર્ચ ચાલુ છે. ગઈકાલ સુધી 50 કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂર્ણ થઈ ગઈ હતી.
વધુ વાંચો:જવેરિયા-સમીર: સીમા હૈદર બાદ વધુ એક પાકિસ્તાની ભાભી આવી ભારત, ગજબની છે લવ સ્ટોરી…
પરંતુ નોટોની સંખ્યા વધુ હોવાથી મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું માહિતી અનુસાર, બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ભાગીદારી પેઢી કે જેના પર આઇટી દ્વારા અગાઉ દરોડા પાડવામાં આવ્યા હતા તે બલદેવ સાહુ અને ગ્રુપ ઓફ કંપનીઝ છે.
આ દરોડા પછી, આવકવેરા વિભાગનું માનવું છે કે આ કંપનીઓ દ્વારા આવકવેરાની ચોરી કરવામાં આવી રહી છે. વિભાગ આ કંપનીઓના નાણાકીય રેકોર્ડની તપાસ કરી રહ્યું છે અને આગળની કાર્યવાહી કરશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.