Know these amazing things about the famous saint Shri Kalabapu

આખા વિશ્વમાં જેમના નામનો વાગે છે ડંકો, એવા નામચીન સંત શ્રી કાળુંબાપુ વિષે જાણો આ અદભુત વાતો…

Breaking News

ભારતભરમાં ઘણા સંતો જોવા મળે છે. સંતોની વાર્તા,કથા અને ડાયરો આપણે સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા સાંભળીએ છીએ. સંતના માર્ગદર્શન અને આશીર્વાદ બહુ જ શુભ માનવામાં આવે છે. તેવા જ એક સંત ની વાતો આજે આપણે કરવાના છીએ. ભાવનગરમાં આવેલ બગદાણાના બાપા સીતારામ જેવા જ એક અનોખા સંતની આ વાત છે. જેમનું નામ શ્રી કાળુબાપુ છે.

કાળુબાપુ નો આશ્રમ ભાવનગરમાં ઉમરાળા તાલુકાના હડમતીયા ગામ માં આવેલું છે. આ આશ્રમ બહુ પ્રકારના પુણ્ય ના કામ જેમ કે મુખ્ય ને જમાડવા અને સમૂહ લગ્નનું આયોજન થી માંડીને લોકોને વસ્ત્રદાન નો પણ અહીં દાન કરવામાં આવે છે. જેમા આશ્રમમાં રહેતા લોકોના દિલ મોટા છે તેટલો જ આશ્રમ વિશાળ છે. ભક્તિભાવથી સમૃદ્ધ આ આશ્રમ છે.

અહીં રહેતા બાપુનું જીવન સાદું છે. તે દરરોજ ઝૂંપડીમાં રહી ધ્યાન કરે છે બાપુના વિચાર અને રહેવાની પદ્ધતિ બહુ જ સાદી છે. બાપુ કોઈપણ પ્રકારની ટેકનોલોજી થી ચાલતા સાધનો વપરાશ નથી કરતા.

વધુ વાંચો:જુનાગઢ શેરનાથ બાપુના આશ્રમે 365 દિવસ રસોડું ધમધમે છે, બાપુની છે આ વિશેષતા, જુઓ તસ્વીરો…

બાપુ દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરાવે છે અને નબળા ઘરના લોકોને મદદરૂપ થાય છે.લોકો કહે છે કે બાપુ અન્નનો એક પણ દાણો મોઢામાં નથી નાખતા તે ફક્ત દૂધ પીએ છે. અને સાદું જીવન ગુજારે છે. બાપુ હંમેશા ઝૂંપડીમાં જ રહે છે.

ક્યારેક જ તે બહાર આવે છે. તે ફક્ત સંતાન નામ જ કપડાં પહેરે છે અહીંયાનું વાતાવરણ શાંતિભર્યું એને આનંદમય છે ભકતો અહીં આવીને આ વાતાવરણમાં સમય પસાર કરે છે અને બાપુના આશીર્વાદ લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *