હાલ ગુજરાતમાં ચારેય બાજુ સતત ચાર દિવસથી વરસાદ જામ્યો છે 8માં મહિનો કોરો રહ્યો બાદ 9માં મહીનનામાં વરસાદે તાબડતોડ બેટિંગ કરી છે ત્યારે હવે નિષ્ણાત અંબાલાલ પટેલ બાદ બીજા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ નક્કોર આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીએ 24થી 36 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો અને પાટણ અને અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના પૂર્વ વિભાગોમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ જોવા મળ્યો છે હવે ગુજરાતમાં પણ આજથી વરસાદમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.
વધુ વાંચો:હજી 9મો પત્યો નથી ને, ત્યાં 10માં મહિનાને લઈને અંબાલાલ પટેલની ઊંઘ ઉડાડી નાખે તેવી આગાહી…
વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી 22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ઉઘાડું થઈ શકે છે તેમજ 22થી 30 સપ્ટેમ્બર સુધી જોવા જઈએ તો મોટા ભાગે વરસાદની કોઈ સંભાવના નથી. ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં એક રાઉન્ડ વરસાદનું જોવા મળી શકે છે 27 અને 28 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને કચ્છ જેવા ભાગોમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ લેશે તેમ જણાવ્યું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.