Mission Chandrayaan-3

મિશન ચંદ્રયાન નું થયું સફળ લોન્ચિંગ: આવી રીતે આસમાનને ચીરીને આગળ વધ્યું ચંદ્રયાન-3, જુઓ…

Breaking News

ચંદ્રયાન-3 સાથે ભારતે ફરી એકવાર ચંદ્રની સપાટી સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે. ભારતીય અવકાશ સંશોધન એજન્સી (ISRO) ના વૈજ્ઞાનિકો 14 જુલાઈ 2023 ના રોજ બપોરે આનંદથી કૂદી પડ્યા.

ચંદ્રયાન-3 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ISROનું અગાઉનું ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-2’ છેલ્લા રાઉન્ડમાં નિષ્ફળ ગયું હતું. ચંદ્રયાન-3 ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લઈને તૈયાર કરવામાં આવ્યું છે.

ચંદ્ર પર સફળ ઉતરાણ સાથે ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી શક્યા છે. ચંદ્રયાન-2 જેવી ભૂલો ન થાય તે માટે ISROએ વિવિધ પરીક્ષણો દ્વારા ચંદ્રયાન-3 મૂક્યું છે.

વધુ વાંચો:ના કોઈ ફિલ્મ, ના કોઈ એડ્સમાં કામ, છતાં પણ રાણી ની જેમ રહે છે અભિનેત્રી રેખા, જાણો તેમની લાઇફસ્ટાઇલ…

ચંદ્રયાન-3ની પ્રક્ષેપણ તારીખ 14 જુલાઈ 2023 છે. લોન્ચનો સમય 14:35:17 PM હતો ચંદ્રયાનના રોવર અને લેન્ડરના નામમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ચંદ્રયાન-3ના લેન્ડરનું નામ ‘વિક્રમ’ અને રોવરનું નામ ‘પ્રજ્ઞાન’ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *