સુરતના રહેવાસી મિતુલ ત્રિવેદી જે પોતાને ISRO સાથે સંકળાયેલા હોવાનો દાવો કરે છે તેણે ચંદ્રયાન 3 ની ડિઝાઇન તૈયાર કરવાની વાત કરી હતી પરંતુ હવે તે તપાસ અધિકારીઓને ટાળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ચંદ્રયાન 3 ડિઝાઇન કરવા માટે હેડલાઇન્સ બનાવનાર મિતુલ ત્રિવેદી હવે ગાયબ છે ત્રિવેદીના ઘરે તાળું છે અને તેમનો ફોન સ્વીચ ઓફ છે, જે તેમના દાવાઓ અંગે શંકા પેદા કરે છે ત્રિવેદીના દાવાઓની તપાસ હવે પોલીસની સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
ચંદ્રયાન-3ની ડિઝાઈન બનાવી હોવાનો દાવો કરનાર સુરતના મિતુલ ત્રિવેદીની મુશ્કેલીમાં વધારો થયો છે નકલી વૈજ્ઞાનિક તરીકે મિતુલ ત્રિવેદી સામે ગુનો નોંધાયો છે, તે પોતાની જાતને ISROનો વૈજ્ઞાનિક ગણાવતો હતો.
વધુ વાંચો:વાહ! ચંદ્રયાન 3 એ કર્યો વધુ એક કમાલ, ચંદ્ર પર શોધી કાઢ્યું ઑક્સીજન, હવે આની શોધ ચાલુ…
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે મિતુલ ત્રિવેદીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ કમિશનરને પણ મિતુલ ત્રિવેદીએ કોઈ પુરાવા નહીં આપતા ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાઈ હતી. તપાસમાં ઇસરોએ આવો વ્યક્તિ તેમની સાથે નહીં હોવાનો ખુલાસો કરી આ વ્યક્તિ બનાવટી વૈજ્ઞાનિક હોવાની પુષ્ટિ કરી હતી. આ હકીકતના આધારે તેની કાર્યવાહી કરવામાં આવી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.