આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહેલા પંજાબના સ્ટાર ઓલરાઉન્ડર અભિષેક શર્મા માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. તાજેતરમાં સુરતમાં મોડલ તાનિયા સિંહની ખુદખુશી બાદ પોલીસે અભિષેક શર્માને સમન્સ મોકલ્યું છે.
પ્રખ્યાત મોડલે 19 ફેબ્રુઆરીએ વેસુ રોડ પર હેપ્પી એલિગન્સ એપાર્ટમેન્ટમાં ખુદખુશી કરી હતી મૂળ રાજસ્થાનની અને વેસુના હેપ્પી એલિગન્સમાં રહેતી 28 વર્ષીય મોડલે પોતાના એપાર્ટમેન્ટની છત સાથે ગળેફાંસો ખાઈને ખુદખુશી કરી લીધી હતી.
ખુદખશી પહેલા તાનિયાએ અભિષેક શર્માને ફોન કર્યાં હતો અને વેસુ પોલીસ તેની કોલ ડિટેલ્સને આધારે આ વાત પકડી પાડી છે. તાનિયા અને અભિષેક ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમની વચ્ચે ફોન અને વોટ્સએપ પર પણ વાતો થતી હતી બાદમાં જ તેને આવું પગલું ભર્યું હતું.
વધુ વાંચો:દીકરા અનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં નીતા અંબાણીએ પાડ્યો વટ, ઘરચોલા ઓઢણીમાં મચાવી ધૂમ, જુઓ તસવીરો…
આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે સનરાઈઝર્સ હૈદરાબાદના ઓલરાઉન્ડર અને પંજાબ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવ્યા તાનિયા સિંહના આત્મહત્યા કેસમાં પોલીસે હાલમાં જ મોડલનો સંપર્ક કરનારા મિત્રો અને પરિવારજનો સહિત પાંચ લોકોના નિવેદન લીધા છે. આપઘાત પાછળ પ્રેમ પ્રકરણની આશંકા હોવાથી મોડલની કોલ ડીટેઈલ પણ તપાસવામાં આવી છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
વેસુ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર બી.યુ. બારડે જણાવ્યું કે કોલ ડિટેઈલ મુજબ મૃતક અને ક્રિકેટર અભિષેક શર્મા વચ્ચે તાજેતરનો કોઈ સંપર્ક નહોતો. જોકે, તેમની મિત્રતાના કારણે અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.