ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ‘જય શ્રી રામ’ ના નારા વિશે મોટી વાત કહી. શમીએ કહ્યું કે ‘જય શ્રી રામ’ અને ‘અલ્લાહુ-અકબર’ બોલવામાં કોઈ નુકસાન નથી. જો મને એવું લાગે તો હું હજાર કહીશ કારણ કે તેનાથી કોઈ ફરક પડતો નથી.
શમીએ ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “દરેક ધર્મમાં તમને 5 થી 10 લોકો મળશે જેઓ સામેની વ્યક્તિને પસંદ નથી કરતા. મને આનાથી કોઈ સમસ્યા નથી. જેમ કે વર્લ્ડ કપમાં મારા પ્રણામનો મુદ્દો સામે આવ્યો હતો. જો રામ મંદિર બની રહ્યું છે.
તો પછી જય શ્રી રામ બોલવામાં કોઈને કોઈ વાંધો કેમ છે? હજાર વાર બોલો. જો મારે અલ્લાહુ-અકબર કહેવું હોય તો હું હજાર વાર કહીશ. તેનાથી કોઈ ફરક પડતો નાથી કોઈને નહીં. એમાં કોઈનું કઈ જતું નથી. શમીએ ગયા વર્ષે ભારતમાં યોજાયેલા ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ 24 વિકેટ લીધી હતી. પગની ઈજાના કારણે તે હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર છે.
વધુ વાંચો:સુશાંત સિંહના કેસને લઈને સૌથી મોટા સમાચાર, ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી રિયા ચક્રવર્તી હવે…કોર્ટે આપ્યો ચુકાદો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.