હાલ બજારમાં ભેળ-સેળ વાળી વસ્તુઓ વેચાઈ રહી છે લોકોને છેતરવાના ધંધા ચાલી રહ્યા છે. ત્યારે હવે વધુ એક નકલી ઘીનો ધંધો કરનાર પેઢીનો ભાંડાફોડ થયો છે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભેળસેળ યુક્ત વસ્તુઓનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવી રહી છે.
આ પહેલા પણ પહેલા હળદર, મરચુ, અને હવે ઘી મા ભેળસેળ થતુ હોવાનું સામે આવી રહ્યુ છે જેમા ગાંધીનગર ફૂડ વિભાગે નિયમન કચેરીને બાતમી મળી હતી કે નડીયાદના સલુણ તળપદમાં આવેલી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમા ઘી મા ભેળસેળ કરવામાં આવી રહ્યું છે.
પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર શંકાસ્પદ મહીધરા બ્રાન્ડ ઘીનું પ્રોડક્શન થતુ જોવા મળી આવ્યું હતું. આ વેપારી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ નામે આ જગ્યા પર એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે અને ઘી બનાવી વેચે છે.
વધુ વાંચો:10મું ફેલ ગુજરાતનાં મનસુખભાઈ એ માટીની વસ્તુઓ બનાવી ઊભી કરી ‘મિટ્ટીકુલ’ કંપની, હવે વર્ષે કરે છે કરોડોનો બિઝનેસ, જાણો…
આ જગ્યાએથી અંદાજે ૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.