હાલ રાજ્યમા વરસાદે વિરામ લીધો છે એવામાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે નવરાત્રી દરમ્યાન રાજ્યનાં કેટલાક જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેમજ રાજ્યનાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 1 થી 18 ઓક્ટોબર દરમ્યાન છુટા-છવાયા વરસાદની સંભાવનાં રહેશે એવું કીધું છે તેમજ આ વર્ષે ચોમાસુ મોડું વિદાય લેશે.
અત્યારે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમો ગુજરાત પરથી પસાર થઈ મધ્ય પ્રદેશ તરફથી ઉત્તર ભારત તરફ જઈ રહી છે. જેથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ બોર્ડર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસ સુધી સામાન્ય તેમજ મધ્યમ તેમજ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે.
આ પણ વાંચો:મલાઈકા અરોરાના પિતા અનિલનું અવસાન કેવી રીતે થયું? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો…
ગુજરાતમાં 11 થી 15 સપ્ટેમ્બર દરમ્યાન પવનની ગતિમાં વધારોથશે 18 થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમજ દરિયાકાંઠાનાં વિસ્તાર સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પવન ફૂંકાઈ શકે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.