Parineeti Chopra-Raghava Chadha's engagement party stars stars

પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાની સગાઈમાં સજી સિતારોની મહેફિલ, દેખાયો સિનેમા-રાજનીતિનો અનોખો સંગમ…

Bollywood Breaking News

મિત્રો આપ પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથેની સગાઈની સુંદર તસવીરો શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી કપલની ખુશીમાં સામેલ થવા માટે સિનેમા અને રાજકારણની જાણીતી હસ્તીઓ કપૂરથલા હાઉસ પહોંચી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ સગાઈ કરી અને એકબીજાને વીંટી પહેરાવી. તેમની સગાઈ દિલ્હીમાં થઈ હતી. આ તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં જ થયું હતું.

આ ફંક્શનમાં પ્રિયંકા ચોપરા અને મનીષ મલ્હોત્રા જેવા શોબિઝ જગતના કેટલાક મોટા નામોએ પણ હાજરી આપી હતી. પરિણીતી અને રાઘવની સગાઈની પહેલી તસવીરો સામે આવી છે, જેમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

સગાઈ સમારોહમાં ફિલ્મ અને રાજકીય જગતની તમામ મોટી હસ્તીઓ પહોંચી હતી પ્રિયંકા ચોપરા તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરા સાથે જોવા મળી હતી અને પરિણીતી ચોપરાના પિતા પવન ચોપરા મનીષ મલ્હોત્રા પણ મોટાભાગના મહેમાનોની જેમ ફંક્શનમાં કોટન કુર્તા-પાયજામામાં જોવા મળ્યા હતા.

સગાઈ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમની પત્ની સાથે તેમની સામાન્ય શૈલીમાં પહોંચ્યા હતા.
આપ નેતા સંજય સિંહ પણ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈની ઉજવણી કરવા કપૂરથલા હાઉસ પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *