ગુજરાત રાજ્યમાં કયો એવો વ્યક્તિ હશે જે કિર્તીદાન ગઢવીને નહીં ઓળખતો હોય હા મિત્રો કિર્તીદાન ગઢવીથી આપણે સૌ કોઈ પરિચિત છીએ જ તે કારણ કે તેઓનો અવાજ ફક્ત આપણા દેશ કે ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશના અનેક દેશોમાં પણ ગુંજતો હોય છે આ કારણે જ કિર્તીદાન ગઢવીને લોકો ડાયરા સમ્રાટનું બહુમાન આપી રહયા છે.
આમ તો ડાયરા સમ્રાટ સોશિયલ મીડિયા પર પોતાની અવાર નવાર અનેક તસવીરો તથા વિડીયો શેર કરતા હોય છે. એવામાં હાલ તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો શેર કરેલ છે જેમાં તેઓએ કેપશનમાં પણ જણાવ્યું છે કે નવા ઘરમાં તેઓનો મંગળ પ્રવેશ થઇ રહ્યો છે નવા ઘરમાં પ્રવેશ કરે તે પેહલા આ ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમે જોઈ શકો છો કે હિન્દૂ રિવારજો અનુસાર પૂજા કરવામાં આવી હતી.
ખાસ વાત તો એ છે કે કિર્તીદાન ગઢવીના આ નવા ઘરની પૂજામાં જીગ્નેશદાદાએ પણ પોતાની હાજરી આપી હતી કિર્તીદાન ગઢવી વિશે જો વાત કરવામાં આવે તો તેઓ ખુબ જુના તથા જાણીતા કલાકાર છે, તેઓના ડાયરામાં ગવાતા અનેક ગીતો લોકોને ખુબ વધારે પસંદ આવતા હોય છે.
પરંતુ તેઓને લાડકી જેવા અનેક ગીતોથી લોકો તેઓને ઓળખતા થયા હતા. કિર્તીદાન ગઢવીએ પોતાના જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો છે, નાના કાર્યક્રમો કરનારા કિર્તીદાન હાલ ડાયરા સમ્રાટ બની ગયા છે અને લોકોના દિલો પર રાજ કરે છે.
વધુ વાંચો:જુવાન દીકરાનું હૃદય હુમલાથી અવસાન થતાં પિતાની હાલત એવી બની ગઈ કે કોઈ સહારો ન રહ્યો, પછી…
તેઓના ડાયરાના કાર્યક્રમ કોઈ પણ જગ્યાએ હોય ત્યાં ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે અને ડાયરાની મોજ માણતા હોય છે, એવા તમે અનેક વિડીયો જોયા જ હશે જેમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં જાણે નોટોનો વરસાદ થતો હોય. ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહીં પણ કિર્તીદાને વિદેશની ભૂમિ પર પણ અનેક વખત ડાયરા તથા સંગીત કાર્યક્રમો કરેલ છે. એક સામાન્ય ગાયકથી ડાયરા સમ્રાટ સુધીની સફરમાં તેઓએ ખુબ પરિશ્રમ કર્યો છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો. વિડીયો જોવા નીચેની લિન્ક ખોલો.
https://www.instagram.com/p/CphO-VtosfP/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again