હાલમાં ગુજરાત પર સંકટના વાદળો છવાયેલા છે અને આ કારણે ગુજરાત સરકાર પણ વાવાઝોડા સામે લડવા તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપણે જાણીએ છે કે આ પહેલા તાઉતે વાવાઝોડાએ ભારે તબાહી સર્જી હતી અને હવે બીપોરજોય વાવાઝોડું ત્રાટકી રહ્યું છે
આ વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું આ વર્ષે આવ્યું છે આ કારણે ગુજરાતનાના દરિયા કાંઠાના વિસ્તારમાં ગાજવીજ અને ધૂળના તોફાનો આવી શકે છે સાથો સાથ કડાકા-ભડાકા, આંધી સાથે વરસાદ થઈ શકે છે તેમજ 12થી 16 જૂને મધ્ય ગુજરાતમાં અસર થઈ શકે છે.
અમદાવાદ, ગાંધીનગર સુધી વરસાદ થઈ શકે છે વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વર્તાશે. તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થશે. તેમણે જણાવ્યું છે કે, વાવાઝોડાને પગલે વલસાડ, નવસારીના ભાગોમાં પણ અતિભારે વરસાદ થઈ શકે છે.
વધુ વાંચો:આ 2 રાશિના લોકોએ ભૂલથી પણ કાળો દોરો ન પહેરવો જોઈએ, નહિતર એવી મુશ્કેલીઓ પડશે કે વિચાર્યું પણ ના હોય…
અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે આ કારણે વાવાઝોડું મજબૂત બન્યું છે.આ કારણે ગુજરાતના દરિયાકાંઠા તરફ તા 12થી 16 જૂન દરમિયાન ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ ખાબકશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે દરિયો તોફાની બનશે અને દરિયામાં ભારે કરંટ જોવા મળશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.