હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, હાલ ગુજરાતના કેટલાક શહેરોમાં વરસાદની માહોલ જામ્યો છે રાતે ભાવનગર તો સવારે દ્વારકામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.
તો બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમા પણ પલટો આવ્યો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં સામાન્ય છાંટા પડ્યા છે બીજી બાજુ ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે, અને કમોસમી વરસાદના છાંટા પડ્યા છે. હાલ આ કમોસમી વરસાદને પગલે જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે.
હવામાન વિભાગે કરેલી આગાહીમાં દ્વારકામાં સવારે ગાજવીજ સાથે માવઠું પડયું છે દ્વારકામાં એક સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે માવઠાને પગલે દ્વારકા જિલ્લાના ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિએ ફરી ચિંતાનો માહોલ છવાયો છે.
વધુ વાંચો:બિગબોસમાં જોવા મળેલી મનીષા રાની બની ‘ઝલક દિખલા જા 11’ની વિનર, ટ્રોફી સાથે વીડિયો થયો લીક…
આ સિવાય કેટલાક શહેરોમાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં આગાહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.