રાજકોટમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે રાજકોટના જેતપુરના પીઠડિયાના અંતિમ રાજવી સાહેબનું આજે નિધન થયું છે. રાજવી સાહેબના નિધનથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ છે.
વાત સામે આવી છે કે રાજકોટના જેતપુર રાજ્યના છાપરાજ વાળાના રાજવી પરિવારના વંશજ મહિપાલ વાળા સાહેબનું વહેલી સવારે અવસાન થયું હતું. મહિપાલ વાલા સાહેબનું 74 વર્ષની વયે નિધન થયું છે તેમના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે.
જેતપુર (પીઠડિયા)ના છેલ્લા રાજવી શ્રી મહિપાલ વાલા સુરગ વાલા સાહેબે આજે સવારે નાદુરસ્ત તબિયતના કારણે અંતિમ શ્વાસ લીધા હતા. મહારાજા સાહેબના પાર્થિવ દેહને રાજવી પરિવાર દ્વારા સાંજે 4 વાગ્યે ધારેશ્વરના દરબારગઢ ખાતેથી બહાર કાઢવામાં આવશે.
વધુ વાંચો:ચંદ્રયાન 3ના પ્રજ્ઞાન રોવરે એવું કામ કરી બતાવ્યું કે…’, ISRO ના વડા એસ. સોમનાથે આપી મોટી ખુશખુબર…
મહિપાલ વાલા સાહેબ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ જેતપુરના છેલ્લા રાજા હતા. મહિપાલ વાલા સાહેબે ડન સ્કૂલ દેહરાદૂન, રાજકુમાર કોલેજ રાજકોટ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ બોમ્બેમાંથી અભ્યાસ કર્યો હતો, આ સિવાય તેઓ 8 વર્ષ સુધી વિશ્વ પ્રસિદ્ધ રાજકુમાર કોલેજના પ્રમુખ પણ હતા. મહારાજ સાહેબના નિધનથી જેતપુર સહિત સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.