Ranbir Kapoor Liplock With 14 Year Younger Rashmika Mandanna In upcoming Movie First Song

14 વર્ષ નાની અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે રણબીર કપૂરે કર્યું લિપલોક, એનિમલ ફિલ્મના ફોટા થયા વાયરલ…

Bollywood

રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ ‘એનિમલ’નું ગીત ‘હુઆ માઈ’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં રણબીર અને રશ્મિકાની રોમેન્ટિક કેમેસ્ટ્રી બધાનું ધ્યાન ખેંચી રહી છે ખાસ કરીને બંને વચ્ચેના લિપલોક સીન્સ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

આ રોમેન્ટિક ગીતના બોલ મનોજ મુન્તાશિર શુક્લાએ લખ્યા છે જ્યારે તેને રાઘવ ચૈતન્ય અને પ્રિતમે ગાયું છે પ્રીતમે પોતાના બેનર જામ 8 હેઠળ આ ગીત કમ્પોઝ કર્યું છે. ગીતમાં ફિલ્મના લીડ કપલ રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના વચ્ચેની લવસ્ટોરી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ફિલ્મમાં રણબીર કપૂર અર્જુનનો રોલ કરી રહ્યો છે અને રશ્મિકા મંદન્ના ગીતાંજલિનો રોલ કરી રહી છે. ‘હુઆ મેં’ ગીતની શરૂઆત ગીતાંજલિના પરિવારથી થાય છે.

વધુ વાંચો:જલસા બંગલાની બહાર મોડી રાત્રે અમિતાભ બચ્ચને ચાહકો સાથે ઉજવ્યો પોતાનો 81માં જન્મદિવસ, જુઓ તસવીરો…

તેમાં જોઈ શકાય છે કે ગીતાંજલિ અને અર્જુન ગીતાંજલિના પરિવારની સામે બેઠા છે. પરિવારના સભ્યો ગીતાંજલિને રિલેશનશિપમાં રહેવા માટે ઠપકો આપી રહ્યા છે. જવાબમાં, અર્જુન અને ગીતાંજલિ તેમની સામે એકબીજાને લિપ-લૉક કરવાનું શરૂ કરે છે. આ પછી કપલ પ્રાઈવેટ જેટમાં સવારી કરતા જોવા મળે છે આ પછી કપલ બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે મંદિર જાય છે અને લગ્ન કરે છે.

એનિમલની પ્રોડક્શન કંપની ટી-સીરીઝે આ ગીતને યુટ્યુબ પર શેર કર્યું અને તેના કેપ્શનમાં લખ્યું પ્રેમની કોઈ સીમા હોતી નથી. રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ની ‘હુઆ મેં’ સાથે તેના જુસ્સાના સાક્ષી બનો ફિલ્મની વાત કરીએ તો તેનું નિર્દેશન ‘કબીર સિંહ’ ફેમ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *