બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ઘણીવાર તેના પિતા સૈફ અલી ખાન સાથે સમય પસાર કરતી જોવા મળે છે સારા અલી ખાન તેના પિતા સાથે મજબૂત બોન્ડ શેર કરે છે. પિતા સૈફ અલી ખાન પણ દીકરીને મિત્ર માને છે. આટલું જ નહીં, સારા અલી ખાન તેના પિતાની બીજી પત્ની કરીના કપૂર ખાનને પણ સ્મિત સાથે મળે છે.
એકવાર સારા અલી ખાન તેના પિતા સૈફ અલી ખાન સાથે બોલિવૂડના ફેમસ ફિલ્મ મેકર કરણ જોહરના પોપ્યુલર ચેટ શો કોફી વિથ કરણમાં પહોંચી હતી. આ ચેટ શોમાં પિતા-પુત્રીની જોડીએ ઘણા અંગત રહસ્યો જાહેર કર્યા હતા.
આ શોમાં સૈફ અલી ખાને પોતાના બીજા લગ્ન અને પત્ની કરીના કપૂર વિશે ઘણી વાતો કહી હતી. તેણે શોમાં જ તેના બેડરૂમના રહસ્યો પણ શેર કર્યા હતા. વાસ્તવમાં, કરણ જોહરે તેની પુત્રી સારા અલી ખાનની સામે તેના પિતા સૈફ અલી ખાનને તેના લેડી લવ અને લગ્ન જીવન વિશે પૂછ્યું હતું.
વધુ વાંચો:બહેનના નિધનના થોડાક જ કલાક બાદ ‘કુમકુમ ભાગ્ય’ અભિનેત્રી ડોલીનું થયું નિધન, ઈન્ડસ્ટ્રી પર તૂટયો દુ:ખનો પહાડ…
કરણ જોહરે સૈફ અલી ખાનને પૂછ્યું હતું કે કરીના કપૂરનો જીમ લૂક ઘણો વાયરલ છે. આ અંગે તેમની પ્રતિક્રિયા શું છે? તેના પર સૈફ અલી ખાને કહ્યું હતું કે – કરીના જિમ જાય તે પહેલા હું તેનો લુક ચેક કરું છું અને બેડરૂમમાં જ તેની ઘણી તસવીરો ખેંચું છું. તે પણ ક્લોઝ-અપમાં.
આ બધું સાંભળીને સારા અલી ખાન શરમાવા લાગે છે અને પોતાના બંને કાન બંધ કરી લે છે. આટલું જ નહીં, તેના પિતાની આ બધી વાતો સાંભળીને તે અલગ-અલગ પ્રકારના ચહેરાઓ બનાવવા લાગે છે. આ પછી સૈફ અલી ખાન કહે છે કે જ્યારે પણ કરીના ઘરની બહાર જાય છે ત્યારે તે તેને ધ્યાનથી તપાસે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.