દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી માટે 2023 શાનદાર વર્ષ સાબિત થઈ રહ્યું છે. તેમના ઘણા શેરોએ આ વર્ષે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે તેમના પોર્ટફોલિયોમાં એવા ઘણા શેરો છે જેણે આ વર્ષે અદભૂત પ્રદર્શન કર્યું છે લિસ્ટેડ 11 શેરોમાંથી આ વર્ષે 10 શેરના ભાવમાં ઝડપથી વધારો થયો છે.
આમાંથી માત્ર એક કંપનીએ આ નાણાકીય વર્ષમાં નકારાત્મક વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન બાકીની 10 કંપનીઓના શેરમાં 68 ટકાનો વધારો થયો છે. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અંબાણીની ફ્લેગશિપ કંપની છે જ્યારે Jio Financial ને તાજેતરમાં લિસ્ટ કરવામાં આવી છે.
જાણો અંબાણીની કઈ કંપનીએ આ નાણાકીય વર્ષમાં સૌથી વધુ રિટર્ન આપ્યું છે અને કઈને નિરાશ કર્યા છે આ લિસ્ટમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ નંબર વન પર છે. તેના શેરે આ વર્ષે અત્યાર સુધીમાં 68 ટકા વળતર આપ્યું છે.
વધુ વાંચો:Viral Video: સ્ટંટ કરતી વખતે ફેમસ યુટ્યુબર થયો ઘા!યલ, ઘટનાનો લાઈવ વિડીયો આવ્યો સામે…
રિલાયન્સે નાદારી પ્રક્રિયામાં આ કંપનીને ખરીદી હતી. નેટવર્ક 18 મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ આ યાદીમાં બીજા સ્થાને છે. તેના શેરે આ નાણાકીય વર્ષમાં 58 ટકા વળતર આપ્યું છે.
DEN નેટવર્ક્સ 57%, હેથવે કેબલ અને ડેટાકોમ 36%, હેથવે ભવાની કેબલટેલ અને ડેટાકોમ 30%, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ 26%, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર 24%, જસ્ટડીયલ 23%, ટીવી18 બ્રોડકાસ્ટ 21% અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ 5% વળતર આપ્યું છે. તાજેતરમાં જ લિસ્ટેડ Jio Financial Services એ -4.73 ટકા વળતર આપ્યું છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.