તમે પણ ક્યારેક વિચાર કર્યો હશે કે આપણને પાદ કેમ આવે છે અને પાદ આવવાના પાછળના કારણો અને ફાયદા શું છે તો મિત્રો તમને જણાવી દઈએ કે પાદ આવવા પાછળનું મુખ્ય કારણ આપણા પેટમાં જતી બાહ્ય હવા છે આપણે જમતી વખતે જે બાહ્ય હવા અંદર લેતા હોઈએ છે જેમાં મુખ્ય રીતે નાઇટ્રોજન ઓક્સિજન અને હાઇડ્રોજનનો સમાવેશ થાય છે.
જમતા સમયે અથવા અન્ય કોઈ રીતે પણ આપણે જે ગેસ અને હવા નીગળતા હોઈએ છે તે પાચન ક્રિયા દરમિયાન તે હવા ગેસ બને છે અને ગુદાના માર્ગથી પાદ બનીને બહાર આવે છે આ ઉપરાંત જે ગેસ આપણા પેટમાં પાચનક્રિયા દરમિયાન બનતા હોય છે જેમકે ખોરાક પાચન દરમિયાન આંતરડીઓમાં બેક્ટેરિયા જે ખોરાકમાંથી ગેસનો નિકાલ કરતા હોય છે તે પાદ સ્વરૂપે બહાર આવતા હોય છે.
જે કાર્બોહાઇડ્રેટ્સ પાચન થતા નથી તે પણ ગેસ બનીને પાદ બનીને હવાના સ્વરૂપમાં બહાર આવતા હોય છે મનુષ્યના શરીરમાં ઉત્પન્ન થતા ગેસ માંથી ફકત ૧% ગેસ ખરાબ ગંધ ધરાવતા હોય છે અને બાકીના ૯૯% ગેસ ગંધહિન હોય છે આ રીતે શરીરમાં દાખલ થતાં અને ઉત્પન્ન થતાં તમામ ગેસ પાદ સ્વરૂપે બહાર નીકળતા હોય છે.
વધુ વાંચો:તારક મહેતા શોમાં દયા બેનની વાપસી પર જેઠાલાલે કર્યો ખુલાસો, ફેન્સ થયા રાજી રાજી…
જોયુંને એટ્લે જ કહીએ છીએ કે પાડવાનું બહુ જરૂરી છે એ બંધ થઈ ગયું તો તમે બંધ થઈ જશો ક્યારેય તેને રોકવાનો ટ્રાઈ ન કરવો જોઈએ કેમકે તે પણ આપણાં શરીરની એક કુદરતી પ્રક્રિયા છે હવે આના વિષે તમારો કોઈ અભિપ્રાય છે તો અમારી આગળ જરૂર જણાવો તમારો આ વિષે કઈ કહવું હોય તો અમને જરૂર જણાવી શકો છો.