હાલમાં ચારેય બાજુમાં ચર્ચિત ગુજરાતમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વેર શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો અને આ દરબારમાં લાખો ભાવિ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક હાજરી આપી હતી આ દિવ્ય દરબાર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં યોજાયેલ. દરેક શહેરમાં યોજાયેલ દિવ્ય દરબારમાં ગુજરાતી લોક ગાયક કલાકારોએ પોતાની વાણી પવિત્ર કરી હતી તમામ કલાકારોએ ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
રાજકોટ શહેરમાં યોજાયેલ દિવ્ય દરબારમાં લોક ગાયિકા ગીતાબેન રબારીએ પણ હાજરી આપી હતી અને પોતાની વાણી પવિત્ર કરી હતી. દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજી દ્વારા કાર્યક્રમના અંતે ખેસ પહેરાવીને ગીતાબેન રબારીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ખરેખર દિવ્ય દરબારમાં ગીતાબેન રબારીએ પોતાના સુરીલા સ્વરે સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
આ દિવ્ય દરબાર બાદ ગીતાબેન રબારીએ પૃથ્વી રબારી સાથે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આશીર્વાદ લીધા હતા. આ તમામ તસવીરો તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલ છે. આ તમામ તસવીરો તેમને સોશિયલ મીડિયામાં અપલોડ કરેલ છે. આ તસવીરોની સાથે તેમણે પોતાના શબ્દોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજી સાથેની પહેલી મુલાકાતની લાગણી વ્યક્ત કરી છે.
વધુ વાંચો:આ સરળ રેસિપીનો ઉપયોગ કરીને બનાવો સ્વાદિષ્ટ ગુજરાતી કાઠીયાવાડી ઊંધિયું, આંગળિયો ચાટતા રહી જશો…
ગીતાબેન રબારીએ ફોટોઝ અપલોડ કર્યા છે તેના કેપશનમાં લખ્યું કે, બાગેશ્વર બાલાજી ધામના પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને મળીને ખૂબ આનંદ થયો અને તેમના આશીર્વાદ લીધા, પૂજ્ય શાસ્ત્રીજી લોકોને સનાતન ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે જાગૃત કરવાનું અદ્ભુત કાર્ય કરી રહ્યા છે, જય સિયારામ, જય બાલાજી મહારાજ હાલમાં તસવીરો સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઈ રહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.