દેશમાં કાયદા-કાનૂન કડક હોવા છતાં એસિડ એટેકના કિસ્સા હજુ પણ સામે આવે છે. જેમાં હસતો-રમતો પરિવાર ક્ષણવારમાં જ વિખરાય જાય છે. આ પરિવારને કોઈ જાતની ખબર નથી હોતી કે તેની સાથે આવી ઘટના પણ બનશે તો ત્યારે અચાનક જ એસિડ એટેક થતાં આ પરિવારમાંનું જીવન હંમેશા માટે બદલાય જાય છે.
ત્યારે મિત્રો પૃથ્વી પર અમુક લોકો એવા પણ જે અન્ય લોકોનું જીવન બરબાદ કરતા પહેલા આગળ-પાછળ કઈ જ વિચારતા નથી. આવી નિર્દય વ્યક્તિ અન્ય લોકોનું જીવન એવી રીતે ખરાબ કરી નાંખે છે કે પોતાનું મોં પણ કોઈને દેખાડી નથી શકતા.
ત્યારે આજે આવા જ એક પરિવાર વિશે વાત કરવાની છીએ જેનું જીવન પળવાર જ વિખરાય ગયું કારણ કે તેની સાથે એસિડ એટેકનો એવો ભંયકર હુમલો થયો કે મહિલાનો આખો ચહેરો દાઝી ગયો જ્યારે તેના દીકરાના ગાલના એક ભાગમાં ઈજા થઈ હતીં. તો ચાલો આ પરિવાર પાસેથી જાણીએ આવી ઘટના કઈ રીતે બની.
જે મહિલા પર એસિડ એટેક થયો હતો તેઓ મૂળ આસામના છે. પહેલા તો આ મહિલાએ મદદ માટે એક સમાજ સેવકનો સંપર્ક કર્યો હતો આ સમાજ સેવક દિલ્હીમાં રહેતો હતો જ્યારે મહિલા આસામમાં રહેતી હતીં તેમની મદદ કરવા માટે સમાજ સેવકે મહિલાને દિલ્હી બોલાવ્યાં અને દુખની વાત એ છે કે મહિલાને તેની સોસાયટીના લોકો જ બોલાવતા નથી સાથે તેનો વિરોધ કરી રહ્યાં છે.
તો આવી સ્થિતિ ઉભી થઈ છતાં આ સમાજ સેવકે ખાસ કરીને એસિડ એટેક મહિલાને તેમના ઘરે બોલાવ્યાં છે એક તરફ મહિલાને તેના સોસાયટીના લોકો નફરત કરી રહ્યાં છે જ્યારે બીજી તરફ આ સમાજ સેવકે તેના ઘરે બોલાવીને આ એસિડ એટેક મહિલાની મદદ કરવામાં માંગે છે અને તેના ઘરના ભોજનથી જમાડ્યા પણ છે.
મહિલા તેની સાથે બનેલા એસિડ હુમલા વિશે વાત કરતા જણાવે છે કે રાત્રે 2 વાગ્યે અમારા ઘરમાં કોઈ ઘૂસ્યુ અને તે સમયે મારો દીકરો મારી સુઈ રહ્યો હતો આ દરમિયાન મારા ચહેરા અને મારા દીકરાના ગાલ પર એસિડ નાખ્યું હતું.
જેના કારણે મારો તો આખો ચહેરો દાઝી ગયો જ્યારે મારા દીકરાનો ગાલમાં ઈજા થઈ છે મહિલા આગળ જણાવે છે એસિડ એટેક એવી રીતે કર્યો કે મને આંખોથી પણ દેખાતું નથી મારા પાછળના ભાગમાં એસિડ એટેક થયો છે તો ચાલવામાં તકલીફ થઈ રહી છે. મહિલા જણાવે છે કે અમારૂ ઘર ઝૂંપડી જેવું છે જેમાં અમે રહીએ છીએ.
વધુ વાંચો:આટલા લાખ નું પટોળુ પહેરી ને નિતા અંબાણી એ ડીનર પાર્ટી મા વટ પાડ્યો, જુઓ તસવીરો…
આવા ઝૂંપડી જેવા ઘરમાં પણ કોઈ એસિડ એટેક કરી ગયું તો અત્યંત દુખમાં પીડાય રહ્યાં છીએ તેમ મહિલાએ જણાવ્યું હતું મારા કમરના ભાગમાં પણ એસિડ એટેક કર્યો હોવાથી મારા પગમાં ગંભીર ઈજા આવી છે કારણ કે કમરથી નીચે એસિડ ઉતર્યું જે પગ સુધી પહોચ્યું હતું તેમ જણાવ્યું હતું.
મારા પરિવારમાં મારા બંને દીકરાઓ છે જે ભણે છે, જ્યારે પતિ છે તો આ હુમલા થયા પછી તેણે અમને છોડી દીધા છે. ત્યારે મહિલા સાથે એસિડ હુમલા થતા તેમણે આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી. દોસ્તો તમને જણાવી દઈએ કે આ ઘટના એક બે વર્ષ અગાઉની છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.