એકલો રહેતો પુરૂષને જીવનમાં ઘણી તકલીફ પડતી હોય છે, કારણ કે તેની પાછળ કોઈ ન હોવાથી જમવાનું અને રહેવામાં ઘણી તકલીફ પડતી હોય છે, ત્યારે મિત્રો આવા નિરાધાર લોકોની મદદ કરવી જોઈએ નહીં કે તેની જીંદગી ખરાબ કરવી જોઈએ. આ વ્યક્તિ સાથે એવી ઘટના બની છે કે તે પગથી વિકલાંગ થઈ ગયઈ, તો અત્યારે તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.
ત્યારે મિત્રો કહેવાય છે કે કોઈની મદદ કરી શકો તો નહીં પરંતુ કોઈની સાથે એવું ખરાબ વર્તન ન કરો કે તેનું જીવન હંમેશા માટે ખરાબ થઈ જાય. ત્યારે મિત્રો આ કાકા સાથે કઈક આવું જ થયું છે.
આ કાકા સાથે એવું બન્યું કે રાત્રે સુતા હતાં અને તેના પગ પર કોઈ રિક્ષા ચડાવીને જતું રહ્યું તો તેના પગમાં ગંભીર ઈજા આવતા અત્યારે ચાલી પણ નથી શકતાં તો આજે આપણે આ કાકાના જીવન વિશે જાણીશું કે તેઓ આવી રીતે કેટલા સમયથી જીવન જીવી રહ્યાં છે.
અત્યારે સાવ એકલા રહેતા અને વિકલાંગ અવસ્થા સાથે લડી રહેલા આ કાકાનું નામ સુનીલભાઈ પટેલ છે. કાકા જણાવે છે કે મને અત્યારે એવી તકલીફ એવી છે કે સરખો ચાલી નથી શકતો તો પેશાબ કે સંડાશ પણ સરખો જઈ શકતો નથી મારા ભાઈના પરિવારમાં બધાં છે.
પરંતુ મારો પોતાનો કોઈ જ પરિવાર નથી તેમ વાત કરતા કાકા કહે છે કે મારા ભાઈને અમેરિકામાં રહે છે તો એ લોકો મને ન સાચવે કારણ કે તે બધાં લોકો અમેરિકામાં સ્થાયી થયેલા છે. ત્યારે આ કાકાની મદદ કરવા માટે સમાજ સેવક એવા પોપટભાઈ આવ્યાં તો પહેલા કાકાને સમજાવ્યાં કે આણંદમાં એક સેવાભાવી સંસ્થા ચાલે છે.
જ્યાં તમે રહેશો તો તમને ત્યાં મફતમાં સેવા મળશે અને ત્યાં તમે જીવન પણ સરળતાથી પસાર કરી શકશો ત્યારે આ કાકાને એમ કહ્યું કે તમારા પગમાં જે તકલીફ થઈ તેની પણ ત્યાં સારવાર કરી આપવામાં આવશે અને તમારા જીવનમાં જે કઈપણ તકલીફ થતી હતીં તે પરેશાની નહીં રહે તેમ સમાજ સેવક એવા પોપટભાઈએ જણાવતા કાકા તેમની સાથે જવા માટે તૈયાર થયાં હતાં.
વધુ વાંચો:આ ગામમાં લોકો દર વર્ષે 30 લાખ સાપોની ખેતી કરીને કમાય છે લાખો રૂપિયા, કારણ જાણીને હોશ ઊડી જશે…
કાકાએ તેમની સાથે બનેલી ઘટના અંગે જણાવ્યું કે હું રાત્રે સુઈ રહ્યો હતો અને કોઈ રિક્ષા ચાલક આવ્યો અને મારા પગ ઉપર રિક્ષા ચલાવીને જતો રહ્યો હતો જેના કારણે મારા પગમાં ગંભીર ઈજા પહોચી છે તો મને ચાલવામાં પણ ઘણી તકલીફ થઈ રહી છે ત્યારે માણસની પરિસ્થિતિ કોઈપણ સંજોગોમાં બદલાવી શકીએ છીએ આ માટે તેને એક સાચા વ્યક્તિત્વની ઓળખાણ કરવાની જરૂર હોય છે.
મિત્રો પોપટભાઈના ફાઉન્ડેશનની ટીમ દ્વારા જેવી કાકાની મદદ કરી હતીં તે માત્ર વખાણવા લાયક હતીં કારણ કે આ કાકા એવી પરિસ્થિતિમાં રહેતા હતાં તેને જોઈને કોઈપણ માસણને દયા આવી જાય. તો સમાજ સેવક પોપટભાઈએ કાકાની મદદ કરીને તેના જીવનમાં ઘણો બદલાવ લાવવાની કોશિશ કરી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.