સાઉથની જાણીતી અભિનેત્રી અરુંધતી નાયર જે જીવન અને મૌ!ત વચ્ચેની લડાઈ લડી રહી છે. વાસ્તવમાં, 14 માર્ચે, અભિનેત્રી કેરળના કોવલમમાં બાઇક અકસ્માતનો શિકાર બની હતી. અકસ્માત બાદ અભિનેત્રીને તિરુવનંતપુરમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ સમાચારને તાજેતરમાં અરુંધતી નાયરની બહેન આરતી નાયરે સમર્થન આપ્યું છે, જેમણે એમ પણ કહ્યું છે કે અભિનેત્રી ગંભીર રીતે ઘાયલ છે અને ‘તેના જીવન માટે લડી રહી છે અરુંધતિ નાયરની બહેન આરતી નાયરે તેના ઈન્સ્ટા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું- ‘અમને તામિલનાડુના અખબારો અને ટેલિવિઝન ચેનલોમાં પ્રકાશિત થયેલા સમાચારની સ્પષ્ટતા કરવાની જરૂર લાગી.
આ સમાચાર સાચા છે કે મારી બહેન અરુંધતી નાયરનો ત્રણ દિવસ પહેલા અકસ્માત થયો હતો. તે ગંભીર રીતે ઘાયલ છે. આગળ, આરતી નાયરે જણાવ્યું કે અરુંધતી તિરુવનંતપુરમની અનંતપુરી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે અને જીવન માટે સંઘર્ષ કરી રહી છે.આ સાથે આરતીએ ચાહકોને તેની બહેન માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારથી ચાહકો અરુંધતિ નાયરના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો:‘બડે મિયાં છોટે મિયાં’ એક્ટર ટાઈગર શ્રોફે ખરીદ્યો કરોડોની કિંમતનો આલીશાન ફ્લેટ, કિંમત જાણી મગજ હલી જશે…
અરૂંધતિ નાયરની મિત્ર ગોપિકા અનિલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફંડ રેઝ કેમ્પેન ચાલુ કર્યું. તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બેંકની ડિટેલ્સ પણ શેર કરી છે જેમાં લોકો પાસે પૈસા જમા કરવાની રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.