મિત્રો તમે તો જાણો છો કે દિવ્યાંગ લોકો કેટલીક વાર પોતાના જીવનથી હારી પણ જતા હોય છે કારણ કે આ લોકો શારીરિક સક્ષમ ન હોવાને કારણે તેઓ એવું જ માની લેતા હોય છે કે તેના માટે આ દુનિયામાં સુખ-આનંદ લખ્યો જ નથી. આવા તો ઘણાં લોકો છે તેણે જીવનમાં અનેક પડકારનો સમાનો કરી રહ્યા છે.
આ લોકોને એક સમયે એવો પણ આવી જાય છે કે તેની પાસે ખાવાના પણ ફાંફા પડી જાય છે. મિત્રો આવી જ એક વ્યક્તિ છે જેને જીવનમાં અનેક મુશ્કેલી સહન કરવી પડે તેવું છે ત્યારે આજે આપણે આ પુરૂષની કહાની જાણશું કે તેઓ કઈ રીતે પોતાનું જીવન પસાર કરી રહ્યો છે, અને એ પણ જાણવાની કોશિશ કરશું તેઓ કઈ રીતે પોતાનું ભરણપોષણ કરી રહ્યો છે.
મિત્રો અમે જે દિવ્યાંગ વ્યક્તિની વાત કરી રહ્યાં છીએ તેનું નામ તસરિમ છે જેઓ બિહારના નિવાસી છે, તેઓ પોતાની તકલીફ અંગે જણાવે છે કે મને બાળપણથી જ આ તકલીફ છે.
વધુ વાંચો:દર્દનાક: દરરોજ મોઢા પર ઊગી આવે છે મોઢું ! પરેશાન થઈને કહે છે મારા અંગો દાન કરી દો મારે નથી જીવવું…
પરિવાર અંગે આ દિવ્યાંગ વ્યક્તિ જણાવે છે કે પત્ની અને બે બાળકો છે મારા માતા-પિતા નથી. દિવ્યાંગ વ્યક્તિ આગળ કહે છે હું દિવ્યાંગ છું છતાં સંપૂર્ણ પરિવારનું ભરણપોષણ કરૂ છું, પરિવાર સાથે હું ઝૂંપડામાં રહું છું, પિતા જણાવે છે કે મારા બાળકો માટે હું કમાય રહ્યો છું.
દિવ્યાંગ પિતા આગળ જણાવે છે કે ભીખ માંગીને 200થી 300 રૂપિયા કમાય લઉ છું, મારી પત્ની કોઈના ઘરે જઈને કચરા-પોતા કરવાનું કામ કરે છે, અત્યારે સુધી મે કોઈ કામ નથી કર્યું પરંતુ જો દુકાન ખોલવાનું કામ મળી જશે તો હું કરવા માટે તૈયાર છું, દુખની વાત સાથે દિવ્યાંગ વ્યક્તિ જણાવે છે કે મારી પાસે વ્હીલચેર પણ નથી, મારો એક હાથ-પગ ખોટા છે જેના કારણે ઉઠવા-બેસવામાં બહું તકલીફ થાય છે.
મારો એક પગ ચાલે છે અને એક હાથ ચાલે છે તો આ બંનેના સહારે હું ચાલું છું, પરંતુ મારી પાસે કોઈ વ્હીલચેર છે, મારી પત્ની કમાય છે તેમાંથી ઘર ચાલે છે અને જે કમાઉ છું તે બચત કરીએ છીએ કારણ કે કાલ સવારે બાળક બીમાર પડ્યા તો તેને દવાખાને જવા પડ્યા તો પૈસા હોવા જરૂરી હોય છે તો હું જે પણ કઈ કમાઉ છું તે બચતમાં રાખું છું.