સબ ટીવી પર પ્રસારિત થતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થી આજે કોઈ અજાણ નથી કદાચ આ એક માત્ર એવી સિરિયલ છે જેને બાળકો અને વૃદ્ધ તમામ લોકો પસંદ કરે છે.
જો કે વર્ષ ૨૦૦૮થી શરૂ થયેલી આ સિરિયલમાં મહામારી બાદ અનેક બદલાવ આવ્યા અને દ્દર્શકોનો રસ ઓછો થયો. પરંતુ તે પહેલા આ સિરિયલ થી ન માત્ર નિર્માતા આસિત મોદી પરંતુ સિરિયલ ના કલાકારો ને પણ ખૂબ જ કમાણી થઈ છે.
વાત કરીએ દરેક કલાકારની ફી અંગે તો સિરિયલમાં જેઠાલાલનું પાત્ર નિભાવતા દિલીપ જોષી એક એપિસોડના ૧ લાખ ૫૦ હજાર રૂપિયા લે છે વાત કરીએ જેઠાલાલ ના એક તરફી પ્રેમ એટલે કે બબીતા ની તો નાનપણમાં સિંગર બની ત્યાર બાદ ફેશનમાં રસ પડતા મોડલિંગ તરફ આવેલી આ અભિનેત્રી એક એપિસોડના ૩૫-૫૦ હજાર ચાર્જ લે છે.
વધુ વાંચો:48 વર્ષની મલાઈકા અરોરાએ ખોલ્યું એમના બેડરૂમનું રાજ, અને જણાવ્યું કેવા છોકરા પસંદ છે…
વાત કરીએ અમિત ભટ્ટ ઉર્ફે બાપુજી વિશે તો બીકોમ નો અભ્યાસ કર્યા બાદ નાટક માં કરિયર ની શરૂઆત કરનાર આ અભિનેતા એક એપિસોડ માટે ૭૦હજાર રૂપિયા ફી લે છે.
વાત કરીએ ભીડે એટલે કે મંદાર ચંડવાડકર વિશે તો મિકેનિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરેલ આ અભિનેતા એક સમયે ૭૦૦ રૂપિયાના પગારમાં નોકરી કરતા હતા પરતું હાલમાં ૮૦ હજાર રૂપિયા એક એપિસોડના કમાય રહ્યા છે.
વાત કરીએ લેખક શૈલેષ લોઢા વિશે તો તેઓ એક એપિસોડના ૧ લાખ રૂપિયા વસૂલ કરતા હતા વાત કરીએ ટપુ સેના અંગે તો ગોલી ઉર્ફે કુશ અને ગોગી ઉર્ફે સમય તેમજ નિધિ ઉર્ફે સોનું ને ૮ હજાર રૂપિયા આપવામાં આવે છે તમારા મનમાં થશે કે દયા ઉર્ફે દિશા વાકાણી ની ફી કેટલી હતી તો જણાવી દઇએ કે તેને ૧.૫ લાખ આપવામાં આવતા હતા.