ટીમ ઈન્ડિયાને આ મહિનાના અંતથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. BCCI એ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચો (IND vs ENG ટેસ્ટ) માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ સિરીઝમાં જોરદાર ધૂમ મચાવી શકે છે. બીજી તરફ ઈંગ્લેન્ડની કમાન ઓલરાઉન્ડર બાન સ્ટોક્સ પાસે રહેશે.
ઈંગ્લેન્ડ સામેની આ ટેસ્ટ શ્રેણીમાં પણ યુવા ખેલાડીઓમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ચેતેશ્વર પુજારા જેવા મોટા ખેલાડીની ટીમમાં પસંદગી કરવામાં આવી નથી તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની ટીમ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે ભારત આવશે.
બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતની ટીમ જાહેર કરી છે. ટીમ ઈન્ડિયાની બેટિંગની સંપૂર્ણ જવાબદારી રોહિત શર્મા અને વિરાટ કોહલીની સાથે શ્રેયસ અય્યર પર રહેશે. જ્યારે યુવા બેટ્સમેન શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલને પણ તક મળી છે. કેએલ રાહુલ મિડલ ઓર્ડરમાં ટીમને મજબૂત કરશે. જ્યારે કેએસ ભરતને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરી શકાય છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
આ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર પણ છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટીમના ખેલાડી રહેલા પ્રસિદ્ધ કૃષ્ણ ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામે રમી શકશે નહીં. જ્યારે ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હજુ સુધી ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી.
આ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં પેસ આક્રમણની જવાબદારી બુમરાહ-સિરાજની જોડી પર રહેશે. સ્પિન બોલિંગ આક્રમણમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જૌજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને સ્થાન મળ્યું છે. આ સિવાય ટીમમાં ધ્રુવ જુરેલ વિકેટકીપરને પણ અચાનક ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.