The daughter did a great job by getting 99.99 percent in class 12 and made everyone think

રાજકોટમાં પાણીપુરી વાળાની દીકરીએ કર્યો કમાલ, 12 માં ધોરણમાં 99.99 ટકા લાવી બધાને વિચારતા કરી દીધા…

Breaking News

મિત્રો તમે પેલી કહેવત તો સાંભળી જ હશે કે કમળ કાદવમાં જ ઉગે આ કહેવતને સાચી સિદ્ધ કરતી હાલમાં એક ઘટના રાજકોટથી સામે આવી છે. જ્યાં પાણીપુરીની લારી ચલાવનારા પિતાની દીકરીએ ૧૨ માં ધોરણમાં ૯૯.૯૯ લાવીને બધાને ચોંકાવી દીધા.

અમે વાત કરી રહ્યા છે એ દીકરીનું નામ મહેક ગુપ્તા છે મહેક ખુબજ સામાન્ય પરિવાર માંથી આવે છે તેના પરિવારની આર્થિક સ્થિતિ ખુબજ નબળી છે.મહેકના પિતા રાજકોટમાં પાણીપુરીની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ખુબજ કઠિન પરિસ્થતિમાં પિતાએ પોતાની દીકરીએ ભણાવી.

દીકરી મહેકે પણ પોતાના માતા પિતાની રાત દિવસની મેહનત જોઈને નક્કી કરી દીધુ કે તે પોતાના રિજલ્ટથી માતા પિતાનું નામ રોશન કરશે. આવી જ રીતે તેને ૧૨ માં ધોરણમાં ખુબજ મહેનત કરી અને ૧૨ આમ ધોરણમાં ૯૯.૯૯ ટકા લાવીને પોતાના ગરીબ માતા પિતાનું નામ રોશન કર્યું.

વધુ વાંચો:ખરેખર આ સરપંચને મારા સલામ, ગેરંટી મારીને કહું છું કે તમારા ગામમાં પણ આટલી સગવડ ના હોય…

જયારે માતા પિતાને ખબર પડી કે તેમની દીકરીએ ૯૯.૯૯ ટકા મેળવ્યા છે તો માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા દીકરી મહેકે જણાવ્યું કે તેને આ રિજલ્ટ લાવવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ કરી છે અને તેના માતા પિતાએ પણ તેને ખુબજ સપોર્ટ કર્યો છે અને આજે તેના કારણે જ તે મુકામ હાંસિલ કરી શકી છે.

મહેકે જણાવ્યું કે તે હવે આગળ જઈને CA બનવા માંગે છે અને CA બનીને પોતાના માતા પિતાને સારું એવું જીવન આપવા માંગે છે, આવું રિજલ્ટ તો લોકો લાખો રૂપિયા ટ્યુશન કરીને પણ નથી હાસિલ કરી શકતા.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *