સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે મલયાલમ અભિનેત્રી લક્ષ્મિકા સજીવનનું 24 વર્ષની વયે દુખદ અવસાન થયું આ સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો આંચકો લાગ્યો છે દક્ષિણ ઇન્ડસ્ટ્રીની યુવા અભિનેત્રી લક્ષ્મિકા સજીવન તેની અભિનય કુશળતા માટે જાણીતી હતી.
લક્ષ્મિકાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. પરંતુ હવે લક્ષ્મિકાના નિધનના સમાચારથી મલયાલમ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે દરમિયાન લક્ષ્મિકા સજીવનનું શુક્રવારે સંયુક્ત આરબ અમીરાતના શારજાહમાં નિધન થયું હતું.
લક્ષ્મિકાનું હાર્ટ એટેકથી નિધનથી થયું હતું. એવું કહેવાય છે કે તે શારજાહની એક બેંકમાં કોઈ કામ માટે ગઈ હતી. લક્ષ્મિકા સજીવને મલયાલમ શોર્ટ ફિલ્મ ‘કક્કા’ થી ખ્યાતિ મેળવી હતી જેમાં તેણે પંચમીની મુખ્ય ભૂમિકા ભજવીને બધાના દિલ જીતી લીધા હતા.
વધુ વાંચો:આ ક્રિકેટર પર ફીદા થઈ એનિમલની હિરોઈન તૃપ્તિ ડિમરી, બોલી- એમાં શક નથી કે મારો ફેવરેટ ક્રિકેટર…
આ શોર્ટ ફિલ્મમાં તેના કામને દર્શકોએ ખૂબ વખાણ્યું હતું. લક્ષ્મિકા સજીવનની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેણીએ તેણીને શ્રદ્ધાંજલિ આપતા તેના ચાહકો સાથે એક સુંદર સૂર્યાસ્તનો ફોટો શેર કર્યો હતો.
ફોટો ક્રેડિટ: ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.