શું મિત્રો તમને પણ ખબર છે કે શરૂઆતમાં બોલીવુડ પ્રથમ મહિલા સુપર સ્ટાર તરીકે કોણ ઓળખાતું હતું અમને આશા છે કે તમને ખબર નહિ હોય એટલે અહીંયા આવ્યા છો તો ચાલો મિત્રો આજે આપણે તેના વિશે વાત કરીએ આ મહિલાનું નામ શ્રીદેવી હતું એક સમય હતો જ્યારે શ્રીદેવી બોલિવૂડમાં રાજ કરતી હતી.
આજે ભલે તે આપણી સાથે ન હોય પરંતુ જ્યારે પણ તેની કોઈ ફિલ્મ ટેલિવિઝન પર પ્રસારિત થાય છે ત્યારે તમામ જૂની યાદો લોકોના મનમાં તાજી થઈ જાય છે 24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીના અચાનક અવસાનથી ફિલ્મ ઉદ્યોગ અને તેના ચાહકોના દિલ સંપૂર્ણપણે તૂટી ગયા શ્રીદેવીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મો કરી હતી.
હિન્દીની સાથે સાઉથ સિનેમાની ફિલ્મોમાં પણ તેણે ઘણું કામ કર્યું શ્રીદેવી જ્યારે પણ મોટા પડદા પર આવતી ત્યારે ચાહકો તેમનું દિલ પકડી રાખતા તેમણે ચાંદની સે ચાલબાઝ અને નાગિન જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી પછી ભલે તે નિર્દોષતાથી દિલ જીતી રહી હોય અથવા તેની બબલી સ્ટાઇલથી બધાને હસાવતી હોય.
શ્રીદેવીના ચાહકોને તેની દરેક શૈલી જોવા મળી 13 ઓગસ્ટ 1963ના રોજ જન્મેલી શ્રીદેવીએ બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી તેણીને તેમના સમયની લેડી અમિતાભ બચ્ચન તરીકે ઓળખવામાં આવતી હતી શ્રીદેવી બોલીવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર હતી.
શ્રીદેવીએ માત્ર હિન્દી સિનેમા જ નહીં પણ સાઉથ સિનેમામાં પણ ઘણું નામ કમાવ્યું તેમણે હિન્દી તેમજ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું હિન્દી ફિલ્મોમાં શ્રીદેવીને વ્યાપારી નાયિકા તરીકે જોવામાં આવી હતી જ્યારે દક્ષિણના સિનેમામાં તે મુખ્ય અભિનેત્રી તરીકે જાણીતી હતી.
16 વાયથિનીલય મંદારુ મુડીચુ,સિગાપ્પુ રોજકાલ,કલ્યાણરામન,જોની,મીંડમ કોકિલા જેવી તમિલ ફિલ્મોમાં શ્રીદેવીના ઉત્કૃષ્ટ અભિનયે તેને દક્ષિણની ફિલ્મોની સ્ટાર બનાવી શ્રીદેવી એ અભિનેત્રી હતી જેમણે ભારતીય સિનેમા પર પોતાની સફળતાની વાર્તા લખી હતી શ્રીદેવીની ફિલ્મોમાંથી શીખી શકાય છે કે કોઈ પણ ભૂમિકામાં પોતાને કેવી રીતે ઢાળી દેવું એ આજે પણ નવી એકટ્રેસ તેમના વિડિઓ જોઈને શીખી રહી છે.
શરૂઆતમાં શ્રીદેવીને હિન્દી બોલવામાં થોડી મુશ્કેલી પડી હતી પરંતુ તેણે પોતાની હિન્દી પર કામ કર્યું અને એક પછી એક સુપરહિટ ફિલ્મ આપી શ્રીદેવી છેલ્લે શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી આ ફિલ્મમાં તેણે ગેસ્ટ અપીયરન્સ કર્યું હતું અમારી ટીમ તરફથી શ્રીદેવીને જન્મદિવસની શુભકામનાઓ.
હવે તમે જ જણાવો કે તમારું આ અભિનેત્રી વિષે શું કહેવું છે તમારે માટે હાલની અભિનેત્રીઓમાં અને આ ઓલ્ડ અભિનેત્રીમાં શું ફરક છે તે જરૂરથી અમને જણાવશો બીજું તમને શ્રીદેવીની કઈ ફિલ્મ અને ગીત વધારે પસંદ છે એ પણ જરૂરથી જણાવો.