ગુજરાતમાં દા!રૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દા!રૂડિયાઓ પોતાનો ત્રાસ બતાવે છે જેમાં સૌથી વધારે પરિવારને તકલીફ પડે છે. આ પરિવારને મુશ્કેલી એવી પડે છે કે તેને ઘરથી બહાર પણ કાઢી મૂકી છે પછી એકલી મહિલા બાળકો સાથે અન્ય લોકોને સહારે રહેવા માટે મજબૂર થઈ જાય છે.
ત્યારે મિત્રો એક આવો જ પરિવાર છે જ્યાં મહિલાનો પતિ દારૂ પીને એવું વર્તન કરે છે કે જાણીને તમને પણ ગુસ્સો આવી જાય, મિત્રો ત્યારે એક પુરૂષ જ હોય છે જે પરિવારનું ભરણપોષણ કરતો હોય છે અને આ જ પુરૂષ પરિવારને ઘરે કાઢી મૂકી તો પછી એકલી મહિલા શું કરે, ત્યારે આ પરિવાર આમ તેમ ભટકવા માટે મજબૂર થઈ જાય છે.
તો આજે વ્યક્તિ કેટલા સમયથી આવું વર્તન કરી રહ્યો છે તેના વિશે જાણીશું અને મહિલા કઈ રીતે પરિવારનુ ભરણપોષણ કરે છે તે જાણવાની કોશિશ કરીશું.
પતિના ત્રાસથી રોડ બહાર રહેતા આ બહેનનું નામ જલ્પાબહેન છે. સતર વર્ષથી દારૂડિયા પતિનો ત્રાસ સહન કરતા બહેન જણાવે છે કે મારો પતિ દારૂ પીવે છે જેનાા કારણે મને તે ઘરથી બહાર કાઢી મૂકી છે છતાં અમે મજબૂરીમાં પહેલા તો ત્યાં જ રહેતા હતાં પરંતુ તેના ત્રાસ એટલો વધી ગયો કે પછી રોડ પર પણ રહેવાનો વારો આવી ગયો.
વધુ વાંચો:ભારતના આ ક્રિકેટરો પાસે છે કારનુ સૌથી મોંઘુ કલેક્શન, લિસ્ટમાં છે તમારા ફેવરેટ ખેલાડીઓ…
તેનો ત્રાસ સહન કરીને તો અમે ઘણાં વર્ષ વીતાવ્યાં કારણ કે બાળકો નાના હતાં તો તેની ભણતર માટે રહેવું પડે તેમ હતું. પણ તેનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો તો પછી અંતે અમારે ભટકવાનો વાર આવ્યો તેમ જલ્પાબહેને જણાવ્યું હતું.
મહિલા આગળ જણાવે છે કે મારા પિયરના કુટુંબી લોકો મારા પતિ સામે વાત જ ના કરે કારણ કે મારા પતિનો મગજ એટલો ગરમ છે કે તે ગમે તેમ બોલી દે છે તો આ લોકો પણ તેના વર્તનથી કંટાળી ગયાં છે તેના આવા વ્યવહારને કારણે મારા પિયર જોડે તેનો સંબંધ સારો નથી.
મહિલા એમ પણ જણાવે છે કે મારા પિયરવાળા તો કહે છે કે તને રૂમ રાખી દઈએ પછી તારે બધું ઘર ચલાવવું પડશે એમ કહી દીધું છે તે લોકો તો મને એમ પણ જણાવે છે કે તારો પતિ આવો છે તો હવે અમે શું કરીએ. પિયરની પહેલા તો મદદ મળતી હતી તમે જણાવતા આ મહિલા કહે છે કે મારા પિતાનું અવસાન થયું પછી મને વધારે તકલીફ પડી રહી છે.
મારી માતા રહે છે ત્યાં તે એકલીનું માંડ માંડ પૂરૂ થાય છે તો પછી અમારૂ કેવી રીતે પૂરૂ કરે તેમ આ મહિલાએ જણાવ્યું હતું. આ બહેન જણાવે છે કે મારા લગ્ન થયાના થોડા સમય પછીથી તેણે પીવાનું વ્યસન શરૂ કર્યું હતું તો છેક પંદર વર્ષથી હું આ ત્રાસ સહન કરી રહી છું, અત્યારે તો મારા બાળકો પણ તેના પિતાથી ડરે છે.
કારણ કે તેને ખબર છે કે મારા પપ્પા પીને આવશે એટલે મગજમારી કરશે અને મારશે. એક દિવસ તો મારો હાથ પણ ભાંગી નાખતા હતાં તો મારા બાળકોએ ભૂમો પાડી તો બચી ગઈ હતી, તો આવો ત્રાસ અમારાથી સહન ન થયો.