ટીવી એક્ટ્રેસ અને કપિલ શર્મા શોમાં જોવા મળેલી કોમેડિયન સુગંધા મિશ્રા અને ડૉ. સંકેત ભોંસલેના દરવાજા પર ખુશીએ દસ્તક આપી છે. કપલે તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું છે. સુગંધા મિશ્રા અને ડૉ. સંકેત ભોસલે એક સુંદર બાળકીના માતા-પિતા બન્યા છે કોમેડિયનના પતિ ડૉ. સંકેત ભોંસલેએ હોસ્પિટલમાંથી તેમની બાળકીનો ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર આપ્યા છે.
એક સુંદર બાળકીના પિતા બન્યા બાદ ડૉ. સંકેત ભોસલેએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરીને ડૉ. સંકેતે પોતાના પ્રિયજનો અને મિત્રો સાથે આખી દુનિયા સાથે ખુશખબર શેર કરી છે કે હવે તે દેવદૂતનો પિતા બની ગયો છે.
ડૉ. સંકેત સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં કહેતા જોવા મળે છે કે તે પિતા બની ગયો છે. વીડિયોમાં તેણે તેની પત્ની સુગંધા અને બેબી ગર્લની ઝલક પણ બતાવી છે, પરંતુ બાળકીનો ચહેરો ઈમોજીથી ઢાંક્યો છે. બાળકીના જન્મની ખુશી દંપતીના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.
![]()
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.