અમેરિકામાં મોંઘા ભાવે વેચાય છે ગુજરાતની હલારી ગધેડીનું દૂધ ૭,૦૦૦ હજાર રૂપિયે લિટર ચારે બાજુ ડિમાન્ડ છે. અમેરિકાથી છગનભાઈની દીકરીનો ફોન આવ્યો પપ્પા તમે આવો ત્યારે ૧ લીટર હાલારી ગધેડીનું દૂધ લેતા આવજો.
છગનભાઈ તો માથાના છાતીના બગલના વાળ ઉભા થઈ ગયા. દીકરી ભારતમાં હતી ત્યારે ગાયનું દૂધ પીવામાં કાઈશ કરાવતી હતી હવે ગધેડીનું દૂધ કેમ.
કેટલાક પ્રવાસીઓ અમેરિકા કેનેડા અને ઓસ્ટ્રેલિયાની હવાઈ સફર કરતી વખતે સાથે ગધેડીનું દૂધ લઈ જતા હતા લગેજ તપાસતી વખતે ભારતની એરપોર્ટ ઓથોરિટીને આ વાતની જાણ થઈ ગધેડીનું દૂધ એક ઔષધિ હોવાથી કોઈ ના ન પાડી શકે.
પણ તપાસ કરતાં ખબર પડી લોકો ગુજરાતની’હલારી ગધેડીનું’દૂધ કોઈ ખાસ પ્રકારના પેકિંગમાં વિદેશ લઈ જાય છે એમાં ટિકિટભાડું 25% ખર્ચો નીકળી જાય છે આ રીતે હાલાર નું દૂધ વિદેશ પહોંચતું હાલાર એટલે જામનગર અને દેવભૂમિ દ્વારકા નો વિસ્તાર.