ઘર-પરિવારની બધી જ જવાબદારી એક પુરૂષ પર હોય છે, આ પુરૂષ પોતાના પરિવાર માટે પોતાનું જીવન ત્યાગી દે છે. રાત-દિવસ મહેનત કરીને આ વ્યક્તિ ગમે તેમ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતો હોય છે. ત્યારે તેમાં અમુક લોકો સાયકલ રિપેરીંગ કરીને પણ ઘર ચલાવતા હોય છે આમાંથી પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.
મિત્રો એક કાકા છે જેઓ ઘર ચલાવવા માટે સાયકલ રિપેરીંગ કરી રહ્યાં છે અને તેઓ એમ પણ કહે છે કે આપણે જેટલી પણ કમાણી કરીએ તે ઈમાનદાકીથી કમાણી કરવી જોઈએ. આ કામ કરીને ઘર ચલાવતા આ કાકાની વેદના જાણશો તો તમારી આંખો ભરાય જશે.
કારણ કે તેમના પર પરિવારના તમામ સભ્યોની જવાબદારી આવી છે અને આ કામ કરીને પોતાના સંપૂર્ણ પરિવારનું ભરણપોણષ કરે છે. તો આજે આ કાકાની આર્થિક સ્થિતિ વિશે જાણવાની કોશિશ કરીશું કે તેઓ સાયકલ રિપેરીંગ કરીને કઈ રીતે ઘર ચલાવી રહ્યાં છે.
રોડ પર સાયકલ રિપેરીંગનું કામ કરતા આ કાકાનું નામ શંકરભાઈ છે. આ કાકા પોતાના સાયકલ રિપેરીંગનો ધંધો ચાલું કરવા વિશે જણાવે છે કે મે આ કામ કોરોનાના લોકડાઉન પછી શરૂ કર્યું છે. લોકડાઉનમાં ઘણી તકલીફ થવા લાગી હતીં કારણ કે નોકરી મુશ્કેલીમાં હતી એટલે પછી હું આ કામ જાણતો હતો પછી પોતાનો આ ધંધો શરૂ કરવાનું વિચાર્યું હતું તેમ આ કાકાએ જણાવ્યું છે.
કાકા આગળ જણાવે છે કે હું પહેલા સાયકલમાં જ નોકરી કરતો હતો, હું અહીં રોડ પર કામ કરૂ છું તેના પાંચ-છ મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે કાકા અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સાયકલ રિપેરીંગનું કામ કરે છે. ત્યારે આ કાકાની મુલાકાતે સમાજ સેવક એવા પોપટભાઈ આવ્યાં હતાં.
તેમણે કાકાને કહ્યું કે તમારી પાસે કોઈ વસ્તુ મુકાવા માટે સાધન પણ નથી તો તમે તમારી વસ્તુ નથી મૂકી શકતા. તેમના પરિવાર વિશે વાત કરતા કાકા જણાવે છે કે મારા પત્ની છે મારી બે પુત્રીઓ છે, હું આ કામ કરૂ છું તેમાંથી મારો પગાર જેટલું મળી રહી છે.
વધુ વાંચો:જ્યોતિ મૌર્ય કેસમાં નવો વળાંક: પતિ આલોકની મુશ્કેલીઓ વધી, લગ્નને લઈને થયો મોટો ખુલાસો…
આમ કહું તે મારા પગાર કરતા પણ મને સારૂ મળી રહે છે કારણ કે નોકરીમાં તો આખો દિવસ સખત કામ કરવું પડે છે પરંતુ આમાં ઓછા સમયમાં સારી કમાણી થઈ રહી છે તેમ કાકાએ જણાવ્યું હતું.
ત્યારે આ કાકાનું કામ જોઈને સમાજ સેવક એવા પોપટભાઈ તેમની એવી મદદ કરવા માંગતા હતાં કે જેથી તેમને હંમેશા માટે કામ લાગી શકે. ત્યારે આ કાકાનું કામ જોઈને ઘણાં લોકોને શીખ મળશે કારણ કે કાકા પાસે એક સમયે કઈ કામ નહતું અને આ કામની શરૂઆત કરી એ સારી વાત છે અને ઘણાં લોકો પાસે કામ ન હોવાથી ફાંફા મારતા હોય છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.