બોલીવુડના કયા અભિનેતા પાસે કઈ કાર છે એ તો તમે જાણતા જ હશો તે કેટલી ભવ્યતાથી જીવન જીવે છે એ પણ તમે જાણતા હશો પણ તમે જે ક્રિકેટ જોવો છો તેના ક્રિકેટર પાસે રહેલી કાર વિશે તમે જાણો છો.
બોલીવુડ સ્ટાર્સ ની જેમ ક્રિકેટર પણ મોંઘી કારના શોખીન છે.ભારતીય ટીમના ક્રિકેટર સુરેશ રૈના પાસે તો નાની વિંટેજ કારથી માંડી મોંઘી અને એડવાન્સ ટેકનોલોજી વાળી કાર છે હાલમાં તેમની પાસે પોશિયા બોક્સટર એસ છે.
જેની કિંમત ૧ કરોડ રૂપિયા છે.વાત કરીએ શિખર ધવન ના કાર કલેક્શન વિશે તો મર્સિડીઝ બેન્ઝ, ઓડી જેવી કારના માલિક છે.સાથે જ તેમની પાસે બીએડબલ્યુ એમ ૮ કુપ પણ છે.જેની કિંમત ૨.૧૮ કરોડ રૂપિયા છે.
વધુ વાંચો:ઈન્ડીયાના ટોપ 10 ક્રિકેટરો જેમની પાસે છે આલીશાન મોંઘા ઘર, નંબર એક પર છે આ ખેલાડી…
વાત કરીએ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર વિશે તો નિશાન જી.ટી.આર. ઓડી જેવી કાર ના તે માલિક છે.તેમની પ્રિય કાર અંગે વાત કરીએ તો ૧.૨ કરોડની ફરારી મોટેના કાર તેમની ગમતી કાર છે.જે ફિયાટ કંપની તરફથી મેચમાં સૌથી વધુ સેંચ્યુરી બનાવવા પર મળી હતી.
કારની વાત હોય અને ધોનીની વાત ન કરીએ તો કેમ ચાલે ધોની બાઈક સાથે કારના પણ શોખીન છે.તેમની પાસે બાઇક કલેક્શન ઉપરાંત કારનું પણ સારું કલેક્શન છે.પોર્શિયા ૯૧૧ કાર તેમની ગમતી કાર છે આ સાથે રોહિત શર્મા અને વીરેન્દ્ર સેહવાગ જેવા ક્રિકેટર પણ મોંઘી કારના શોખીન છે તેમની પાસે પણ કારનું મોટું કલેક્શન છે.