ગુજરાતીમાં એક કહેવત છે મિત્રો મન હોય તો માળવે જવાય આ કહેવતને આ બન્ને ભાઈઓએ સાર્થક કરી બતાવી છે જેઓ મધ્યમ પરિવામાં જન્મેલા આ બન્ને ભાઈ આજે દેશના નામાંકિત હસ્તીઓમાં સામેલ થઈ ગયા છે બાળકને જેમાં રસ હોય એજ કરવા દેવાય એમાંથી તેનું ટેલેન્ટ બહાર આવે છે એજ રીતે આ બન્ને ભાઈઓને ઉંમર 13 વર્ષની ઉંમરે પોતાનું ટેલન્ટ બહાર અવવા લાગ્યું હતું આ બન્ને ભાઈ આજે દુનિયાની મોંઘી ગાડીઓ અને આલીશાન ઘર એમની જોડે છે તો આજે જાણીએ આ બંને ભાઈઓ ની સ્ટોરી.
મુંબઈમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા બે ભાઈઓ દિવ્યંક તુરખીયા અને ભાવિન તુરખીયાને નાનપણથી જ કોમ્પ્યુટર અને પ્રોગ્રામિંગમાં ઘણો રસ હતો અને માત્ર 13 વર્ષની ઉંમરે દિવ્યંકે તેના ભાઈ ભાવિન સાથે મળીને સ્ટોક માર્કેટ બનાવ્યું હતું.
સિમ્યુલેશન ગેમ શેરબજારના ભાવ પર નજર રાખવા માટે કોમ્પ્યુટરમાં તેમનો રસ દિન પ્રતિદિન વધી રહ્યો હતો અને તે અભ્યાસથી દૂર થવા લાગ્યો હતો પિતાના દબાણને કારણે તેણે બીકોમમાં એડમિશન લીધું હતું પણ કદી કોલેજ ગયા નહિ.
કોડિંગ પર બંને ભાઈઓની પકડ ખૂબ જ મજબૂત થઈ ગઈ અને હવે તેઓએ આ વિસ્તારમાં બિઝનેસ કરવાનું પણ વિચાર્યું આ માટે તેમની પાસે કોઈ મૂડી નહોતી અને તેઓ તેમના પિતાને સમજાવવા લાગ્યા.
તેમના પિતાએ 1998 માં લોન તરીકે 25000 રૂપિયા આપ્યા અને 16 અને 18 વર્ષની ઉંમરે તેમણે વેબસાઈટની ડોમેન લઈ ડિરેક્ટરી નામની કંપનીની સ્થાપના કરી બાદમાં કંપની બિગરોક આ કંપની હેઠળ આવી જે હાલમાં ડોમેન રજિસ્ટર્ડ કંપનીના ક્ષેત્રમાં ખૂબ જ અગ્રેસર છે.
વધુ વાંચો:ધર્મેન્દ્ર પાજી એ પૌત્ર કરણના લગ્ન પર ખુશી વ્યક્ત કરી, બનનાર દુલ્હનના કર્યા વખાણ, જુઓ…
બંને ભાઈઓએ ડિરેક્ટરીમાં અત્યાર સુધીમાં 11 સ્ટાર્ટઅપ્સ પણ શરૂ કર્યા છે અને હાલમાં ડિરેક્ટરી ગ્રુપના 1000 જેટલા કર્મચારીઓ 1000000 ક્લાયન્ટ્સ માટે ઘણું કામ કરી રહ્યા છે હાલમાં કંપનીનો વિકાસ વાર્ષિક 120 ટકાથી વધુ છે.
તેમના દ્વારા બનાવેલ મીડિયા નેટ પ્રોડક્ટને ઘણા પ્રકાશકો જાહેરાત નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય એડટેક કંપનીઓ દ્વારા પણ લાઇસન્સ આપવામાં આવ્યું છે જે ન્યૂયોર્ક લોસ એન્જલસ દુબઇ ઝુરિચ મુંબઇ અને બેંગલોરમાં ફેલાયેલું છે તેમાં 800 કર્મચારીઓ પણ છે આ પ્રોડક્ટની ગયા વર્ષની કમાણી 1554 કરોડ રૂપિયા હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.