જીવનની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોય છે, જીવન કેટલાક માટે એક મંચ છે અને જ્યાં દરેક વ્યક્તિ પોતાનું પાત્ર ભજવે છે. તે તેની ભૂમિકા ભજવી રહ્યા છે તો કોઈને આ જીવનમાં વહેલી સફળતા મળે છે, તો કોઈને તેની સફળતામાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. આજે અમે તમને આવા જ એક પુરૂષની કહાની કહાની જણાવીશું, જે ખૂબ જ હૃદયસ્પર્શી છે.
અમે જે પુરૂષની કહાની જણાવી રહ્યા છીએ તેનું નામ દીપક છે, જેઓ રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે, આ એ જ વ્યક્તિ છે જેની પાસે પ્રતિભાની કોઈ કમી નહોતી. તેઓ જણાવે છે કે પટનામાં તે એકમાત્ર એવો રિક્ષા ચાલક છે જે 100થી વધુ અભિનેતાઓ અને રાજકારણીઓનો અવાજની નકલ કરી જાણે છે.
તેઓ જણાવે છે કે હું પટનામાં 15 વર્ષથી રિક્ષા ચલાવતો કોમેડી અને મિમિક્રી માટે લોકોમાં લોકપ્રિય બન્યો છે હું 100થી વધુ કલાકારોની એવી રીતે નકલ કરૂ છું કે તમને લાગશે કે તે મારી સામે છે.
વધુ વાંચો:બોલિવૂડમાં સૌથી પહેલા આ અભિનેત્રીએ બિકિની પહેરી હતી, 1966 ની તસવીરો આવી સામે, જુઓ…
વધુંમાં તેઓ જણાવે છે કે અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિન્હા, સની દેઓલ, શાહરૂખ ખાન શાહરૂખ ખાન કલાકારોના અવાજો સરળતાથી નકલ કરતા આવડે છે, સાથે જ તે જણાવે છે કે બિહારના પ્રસિદ્ધ રાજનેતા લાલુ પ્રસાદ યાદવનો અવાજ એવી રીતે બહાર કાઢે છે કે લોકોને લાગે કે તે માત્ર લાલુ જ બોલી રહ્યા છે. આટલી પ્રતિભા હોવા છતાં આજે મને કોઈ ઓળખ મળી નથી જે દુઃખદ છે.
દીપક જણાવે છે કે હું ઝારખંડના ધનબાદનો રહેવાસી છું હું 15 વર્ષ પહેલા પટના આવ્યો હતો અને ત્યારથી તે પટનામાં રિક્ષાચાલક તરીકે કામ કરૂ છું. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેણે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. તેને બાળપણથી જ મિમિક્રીનો શોખ હતો. તે 5-6 વર્ષનો હતો ત્યારથી તે કલાકારોની નકલ કરતો હતો.