તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જે સબ ટીવી પર પ્રસારિત થનારી સૌથી લોકપ્રિય સિરિયલ છે જે વર્ષ ૨૦૦૮માં સબ ટીવી પર શરૂ કરવામાં આવી હતી અને આજ દિવસ સુધી લોકોને મનોરંજન કરે છે પરતું શું તમને ખબર છે.
આ સિરિયલમાં એવા કેટલા રહસ્ય છે જે દર્શકોને બતાવવામાં નથી આવતા અથવા તો એમ કહીએ કે સિરિયલમાં ઘણાં એવા પાત્રો અને એવી જગ્યા છે જેને લઇને દર્શકોમાં ભ્રમણા ઉભી કરવામાં આવે છે.
આ સિરિયલમાં ઘણાં એવા સીન બતાવવામાં આવે છે જે જોઈને આપણે વિચારતા હોઈએ છીએ કે કલાકારો કેટલી મહેનત કરે છે જેમાં પહેલાં સીનની વાત કરીએ તો સિરિયલમાં એક એપિસોડમાં આત્મારામ ભીડેને બાલ્કની માંથી કૂદકો મારતા બતાવવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ સીન મા નીચે ગાદલા મૂકવામાં આવે છે જેને બાદમાં એડિટ કરીને કાઢી નાખવામાં આવે છે.
આવા જ એક બીજા સીનની વાત કરીએ તો તમને યાદ હશે મિત્રો કે એક એપિસોડમા પાણીની પાઇપ તૂટી જતાં અબ્દુલ પાણીના ફોર્સ દ્વારા હવામાં ઊડવા લાગે છે.
જો કે આ સીનમા અબ્દુલને કેબલ દ્વારા લટકાવવામાં આવે છે અને તેને ઉપર નીચે ખેંચવામાં આવે છે સાથે જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનો બીજો એક સીન જેમાં પોપટલાલ એક યુવતીની સાયકલ પાછળ બેસે છે.
યુવતી સાયકલ ચલાવે છે તમને જાણીને નવાઈ લાગશે મિત્રો કે ચાલતી સાયકલનો આ સીન એક ટ્રોલી દ્વારા કરવામાં આવ્યો હતો સાયકલને એક ટ્રોલીમા મૂકી ટ્રોલીને ખેંચવામાં આવે છે આવી રીતે તારક મહેતા શોના સીન કરવામાં આવતા હોય છે તમારાથી કોઈને કોઈ એક સીનની માહિતી જોઈએ છે કે તે સીન કઈ રીતે કરવામાં આવ્યો હશે તો અમને જરૂર જણાવો.