This person wears more gold in his hands and neck than anyone else in the world

વિશ્વમાં કોઈ ના પહેરે એટલું સોનું પોતાના હાથમાં અને ગળામાં પહેરે છે આ વ્યક્તિ, આ ગોલ્ડમેન નહીં પણ ગોલ્ડનેતા છે…

Breaking News

ભારત એક એવો દેશ છે જ્યાં સોનું સૌથી વધારે આયાત કરવામાં આવે છે સોનુ ઉત્પાદન ઘણા દેશો કરે છે પરંતુ ભારત સૌથી વધારે સોનું ખરીદે છે અને ભારતના લોકો પોતાના લગ્ન પ્રસંગોમાં સોનાના ઘરેણા ને શુભ માની અને ભેટ આપતા જોવા મળે છે તો દરેક વ્યક્તિના ઘરમાં પાંચ 10 તોલા સોનું તો મળી આવે છે.

ઘણા બધા લોકો પોતાના ગળામાં સોનાની ચેન પહેરે છે હાથમાં વીંટી પહેરે છે પરંતુ ભારતમાં એવા ઘણા બધા લોકો છે જેવો સોનાના ખૂબ શોખીન છે અને પોતાને ગોલ્ડમેન તરીકે સાબિત કરવા માટે ઘણું બધું સોનું પોતાના હાથોમાં અને ગળામાં પહેરી અને લોકોની વચ્ચે હાઇલાઇટ બને છે દેશમાં ઘણા બધા ગોલ્ડ મેન છે.

જેવો વિવિધ ક્ષેત્રે સંકળાયેલા છે પરંતુ ભારતીય રાજકીય ઇતિહાસમાં એક એવા નેતા છે જેવો પોતાના રાજનૈતિક જીવનમાં ગળામાં અને હાથોમાં 100 તોલું પહેરીને પ્રચારમાં નીકળે છે કહેવાય છે કે રાજકારણમાં સામાન્ય કપડા સામાન્ય પહેરવેશ થી લોકોનું દિલ જીતી શકાય છે પરંતુ આ રાજનેતા અલગ જ મનોવૃત્તિ ધરાવે છે.

આ રાજનેતાનું નામ દુર્ગમ શ્રવણ કુમાર છે તેઓ તેલંગાણા ની ભારત રાષ્ટ્ર સમિતિ નામની પાર્ટીમાંથી સ્થાનીક પાર્ટીના અધ્યક્ષ તરીકે સેવા આપે છે તેઓ એક નામી બિઝનેસમેન પણ છે તેમની વિશ્ર્વ પ્રસિદ્ધ વરીષ્ઠા નામની પ્રાઈવેટ લિમિટેડ કંપની પણ છે તેઓ ની મોટાભાગની આવક તેમના બિઝનેસ માંથી આવે છે શ્રવણ કુમાર સોનાના ખૂબ જ શોખીન છે.

અને તેઓએ 100 તોલા સોનું પોતાના માટે બનાવ્યું છે શ્રવણ કુમાર હંમેશા સોનુ પહેરીને જ બહાર નીકળે છે હાથોમાં ઘણી બધી સોનાની વીંટીઓ તો હાથમાં સોનાનું કડું અને ગળામાં મોટો સોનાનો હાર સાથે શ્રવણ કુમાર પોતાની પત્ની ને પણ સોનાથી મઢી ચુક્યા છે માત્ર તહેવારોમાં જ નથી.

પરંતુ પોતાના રોજિંદા જીવનમાં પણ શ્રવણ કુમાર આટલું જ સોનું પહેરીને બહાર આવે છે એક સમયે જ્યારે બપ્પી લહેરી નામના સિંગર દેશમાં ગોલ્ડમેન તરીકે નામના ધરાવતા હતા તો તેમનાથી પણ વધારે સોનુ પહેરી અને આ રાજનેતાએ એક રેકોર્ડ ઉભો કર્યો છે.

પરંતુ જ્યારે બપ્પી લહેરી આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા ત્યારે તેઓ વિના સોનાએ અલવિદા થયા હતા લોકો પણ તેમની તસવીરો પર આ પ્રકારની કમેન્ટ આપી રહ્યા છે દેશભરમાં જ્યારે ગોલ્ડ મેન બનવાની હરીફાઈ ચાલી રહી છે ત્યારે ઘણા બધા લોકો આ પ્રકારના શોખ પાળતા જોવા મળે છે કહેવાય છે કે આ અમીરનો શોખ છે.

પરંતુ ઘણા બધા દેશમાં એવો પણ અમીરો છે જેઓ પોતાના ગળામાં એક પણ સોનાની ચેન પહેરતા નથી જેમાં અંબાણી પરિવાર સામેલ છે સાથે દેશના ઘણા બધા ઉદ્યોગપતિઓ પણ સોનું કે ચાંદી પહેરી જોવા મળતા નથી તો ઘણા શોખીન સોનાના પણ હોય છે રાજનેતાની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે શ્રવણ કુમાર આજે ગોલ્ડનેતા તરીકે જાણીતા બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *