દોસ્તો હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એક જેકેટ ચર્ચાનો વિષય બન્યું છે વાસ્તવમાં જ્યારે પીએમ મોદી બુધવારે સંસદમાં આવ્યા ત્યારે બધાની નજર તેમણે પહેરેલા જેકેટ પર હતી આ વાદળી રંગનું જેકેટ ખૂબ જ ખાસ છે.
કારણ કે આ જેકેટ કોઈ સામાન્ય જેકેટ નથી પરંતુ રિસાયકલ બોટલોમાંથી તૈયાર કરવામાં આવ્યું છે આ જેકેટ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા પીએમ મોદીને આપવામાં આવ્યું છે વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ સોમવારે જ કર્ણાટકની મુલાકાત લીધી હતી.
કંપનીએ ઇન્ડિયન ઓઇલને બોટલમાંથી બનાવેલા 9 અલગ-અલગ રંગના કપડાં મોકલ્યા હતા. તેમાંથી પીએમ મોદી માટે ચંદનના રંગના કપડાની પસંદગી કરવામાં આવી હતી.
વધુ વાંચો:અનોખુ: ફક્ત આ એક કારણને લીધે બિહારનો આ છોકરો વગર પૈસે આખી દુનિયા ફરી વળ્યો છે, જાણો કેમ…
ત્યારપછી આ કાપડ પીએમ મોદીના ગુજરાતમાં હાજર દરજીને મોકલવામાં આવ્યું અને ત્યારબાદ તેમણે આ જેકેટ તૈયાર કર્યું આવા એક જેકેટ બનાવવા માટે લગભગ 15 બોટલની જરૂર પડે છે.સંપૂર્ણ ડ્રેસ તૈયાર કરવા માટે લગભગ 28 બોટલની જરૂર છે.
તેને રંગવા માટે પાણીનો ઉપયોગ થતો નથી. પહેલા ફાઈબર તૈયાર કરવામાં આવે છે, પછી તેને ફેબ્રિકમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને અંતે ડ્રેસ તૈયાર થાય છે પ્લાસ્ટિકને રિસાયકલ કરીને બનાવેલા જેકેટની બજાર કિંમત માત્ર 2000 રૂપિયા છે.