કહેવાય છે ને મહેનત અને કલા ક્યારેય નિષ્ફળ નથી જતી.તમારો સંઘર્ષ સાચો હોય તો સફળતા જરૂર મળે જ છે.હાલમાં આ જ વાતને અલખ પાંડે નામના એક વ્યક્તિએ સાચી સાબિત કરી છે.
અલખ જેમને અભિનયનો ખૂબ જ શોખ હતો તે પોતાના આ જ શોખ અને આવડતને કારણે યુ ટ્યુબ પર જાણીતા શિક્ષક બન્યા છે.તેમની લોકપ્રિયતા એટલી છે જાણીતી જાણીતી શિક્ષણ એપ તરફથી તેમને લાખોના પગાર પર નોકરી ઓફર કરવામાં આવે છે.
જો કે યુ ટ્યુબ પર ફિઝિક્સવાલા નામથી જાણીતા બનેલ અલખના સંઘર્ષની વાત કરીએ તો માત્ર ૧૨ ધોરણ અભ્યાસ કરનાર આ યુવાનને પરિવારની આર્થિક સ્થતિ જોતા નાની ચાલ માં રહેવા જવું પડ્યું.સાથે જ તેને ટ્યુશન કરાવવાની ફરજ પડી.
જો કે તેને એન્જિનિયરિંગમાં કોલેજ શરૂ કરી હતી પરંતું મન ન લાગતા અભ્યાસ અધૂરો મૂક્યો હતો.જે બાદથી તેમને ફિઝિક્સવાલા નામે યુ ટ્યુબ ચેનલ શરૂ કરી હતી.શરૂઆતમાં તેમને ખાસ સફળતા ન મળી.
વધુ વાંચો:80 રૂપિયા ઉધાર લઈને શરુ કર્યો હતો પાપડનો ધંધો, આજે છે કરોડોની કંપની, જાણો એવા જસવંતીબેન વિષે…
પરંતુ મહામારી જે બધા માટે એક કપરો સમય હતો તે અલખ માટે આશીર્વાદ સમો બન્યો. નીટ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી અલખની અભિનય સાથે ભણાવવાની રીતથી પ્રભાવિત થયા.જે બાદ તેમની લોકપ્રિયતામાં વધારો થતો ગયો.
આજે દરરોજ ૬૦લાખથી વધુ લોકો તેમની એપ ડાઉનલોડ કરતા થયા છે .અલખને નોકરીની ઓફર પણ આવી હતી જો કે તેને ઓફર ઠુકરાવી પોતાની ચેનલ ને કંપની એક્ટ હેઠળ રજીસ્ટર કરાવી. હાલમાં તેની એક બ્રાન્ડ બની ગઈ છે આજે અલખ ની કંપની ૧.૧ કરોડની કમાણી કરનાર બની ગઈ છે.તેને ઘણી શાળામાં પણ લેક્ચર માટે બોલાવવામાં આવે છે.