This young IPS officer became in just 22 years

પિતા કરતાં હતા લાઇટ ફિટિંગનું કામ, ફક્ત 22 વર્ષમાં બન્યો ગુજરાતનાં આ નાના ગામનો યુવાન IPS ઑફિસર…

Breaking News

જેને ભણવાનો જોશ હોય તેને કોઈ ગરીબી નડી શકે એમ હોતું નથી આજે એવી જ એક કહાની લઇને તમારી સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ જ્યાં પુત્રના માતા પિતા નોકરી કરતા હતા તેની માતા ના ઘરના કામ કરતી હતી તે પુત્રએ અઘરી પરીક્ષા આપી અને દરેક મુશ્કેલીઓનો સામનો કરીને આજે આઇએએસ ઓફિસર બની ગયો છે.

હમણાં તે અસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે કામ કરે છે તેની ઉંમર માત્ર 22 વર્ષની જ છે તેણે રાષ્ટ્રપતિની હાજરીમાં પ્રવચન આપ્યા છે આ વાત બનાસકાંઠામાં રહેતા ફસીન હસન નામના વ્યક્તિની છે જેણે જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો અને આજે તે પોતાની સુખી જીંદગી જીવે છે અને પોતાના પરિવાર માટે પણ તેણે કંઈક કરી બતાવ્યું છે તેના સાથે એક અકસ્માત પણ થયો હતો જેમાં તેને પગની ઇજાઓ થઇ હતી.

શરૂઆતમાં તેના પિતા મુસ્તફા ભાઈ અને તેની માતા નહિસા બેન હીરા ઘસવાનું કામ કરતા હતા તેમણે લોન લીધી હતી અને તેવામાં સફિનનો જન્મ થયો અને તેથી તેના પિતા સાઈડમાં લાઈટ ફીટીંગ કામ પણ કરવા લાગ્યા હીરાના કામમાં મંદી પડતાં તેનું માતાનું કામ કરવાનું બંધ થયું અને ત્યારબાદ તેમણે લોકોના ઘરે જઈને રોટલીઓ ભણવાનું ચાલુ કર્યું લગ્ન પ્રસંગ હોય ત્યાં રોટલી વણવાનો તે ઓર્ડર લેતા હતા.

માતા જ્યાં આ રોટલી બનાવે ત્યાં સફિન બેસીને તેની ભણતર પૂરી કરતો હતો તેણે તેના માતા પિતા નો સંઘર્ષ જોયો હતો આ જ જોઈને તેણે તેની આટલી કઠોર પરીક્ષા ઉતીર્ણ કરી અને તેના માતા-પિતાને એક નવું જીવન આપ્યું જ્યારે એક દિવસ તેની સ્કૂલમાં પોલીસ આવ્યા ત્યારે તેનો પણ મન થયું કે હું પણ આવો જ એક મોટો ઓફિસર બનીશ ત્યારે તેને ખબર ન હતી કે કલેક્ટરની પરીક્ષા કેવી રીતે અપાય છે તેણે જાણ કરી.

ત્યારબાદ તેણે ખુબ જ મહેનત કરી અને અભ્યાસમાં ભોગ આપ્યો તે દસમા ધોરણમાં 92% થી ઉત્તિર્ણ થયો હતો તેને આગળની ભણતર માટે કોઈક સારી કોલેજની તલાશ હતી ત્યાં પાલનપુરમાં ૯૦ હજાર રૂપિયા આપીને ભણતર કરવાની હતી ત્યાંના શિક્ષકો સાથે વાત કરી અને તેની ઉજ્જ્વળ કારકિર્દી જોઈને સફીનને માટે પાંચ હજારનું ટોકન ફી આપીને તેને દાખલો કર્યો હવે તેનો આવા જવાના ખર્ચનો પ્રશ્નો ઉભો થતો હતો.

ત્યારે તેની માતાએ રોટલીની સાથે સાથે આંગણવાડીમાં કામ કરવાનું શરૂ કર્યું એટલે આ સમસ્યાનો ઉકેલ આવ્યો સફીનએ બીટેક્નો અભ્યાસ કર્યો હવે તેને દિલ્હી જવાનું હતું અને તે માટે તેને પોણા ત્રણ લાખની જરૂર હતી આ રકમ તેઓએ ક્યારેય જોઇ ન હતી ત્યારે તેમના જીવનમાં હુસેનભાઇ નામના વ્યક્તિ આવ્યાં અને તેમણે તેમનો સંપૂર્ણ ખર્ચ જેમકે આવવા જવાનો અને ત્યાં રહેવાનો ખર્ચ હુસેનભાઇએ હાથમાં લીધો સફીનનો સંઘર્ષ હવે શરુ થવાનો હતો જે હતો યુપીએસસીની પરીક્ષા ઉત્તીર્ણ કરવી.

સફીન દિલ્હીમાં 16 કલાકો સુધી અભ્યાસ કરતો હતો તેણે ખુબ જ મહેનત કરી હતી અને જ્યારે તે પરીક્ષા આપવા માટે જતો હતો ત્યારે તેનું અકસ્માત થયું તેના હાથ પગમાં ઇજા આવી અને તેનું માથું ફૂટ્યું તેણે હાર માન્યા વગર પેઇનકિલરની ગોળી લીધી અને તે પરીક્ષાખંડમાં પહોંચ્યો અને ત્યાં જઈને તેણે પરીક્ષા આપી વચ્ચે જ્યારે રિસેસ મળી ત્યારે તેણે તેના પગની સારવાર કરાવી અને પરીક્ષા ખતમ થયા પછી દવાખાને ગયો અને ત્યાં તેને ફેક્ચર હોવાનું જણાવ્યું.

આ પરીક્ષા બાદ યુપીએસસીની મૌખિક પરીક્ષા આવે છે જ્યાં ઘણા અઘરા સવાલો પૂછવામાં આવે છે આ પરીક્ષાના આવતા પહેલા તેને પાછી શરીરમાં કંઈક ઈજા થઈ અને તેને દવાખાને ભરતી કરાવવો પડ્યો તે દવાખાનેથી સીધો ઇન્ટરવ્યૂ આપવા ગયો અને તેણે ધડાધડ એક પછી એક જવાબ આપવાના શરૂ કર્યા અને હવે સમય આવી ગયો હતો જ્યાં તેની સંઘર્ષભર્યાં જીવનનો પરિણામ આવવાનો હતો તે દરેક વિષયમાં પ્રથમ ક્રમાંકે આવ્યો હતો અને હમણાં તે જામનગરમાં અસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે પોતાનું કામ બજાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *