TMKOC's Roshan Singh Sodhi aka Gurucharan Makes first Appearance After Going Missing

ગુમ થયા બાદ ‘રોશન સિંહ સોઢી’ પહેલીવાર જોવા મળ્યા, તારક મહેતા શોને લઈને કહી આવી વાત…

Breaking News Entertainment

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ના ફેવરિટ એક્ટર ગુરુચરણ સિંહ એટલે કે સોઢી ભાઈ કેટલાક દિવસોથી જોવા મળ્યા ન હતા તેઓ એક મહિનાથી ગાયબ હતા પરંતુ તાજેતરમાં તેઓ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો.

ફેવરિટ એક્ટર ગુરચરણ સિંહ ઘણા સમયથી હેડલાઇન્સમાં હતા બે મહિના પહેલા સમાચાર આવ્યા હતા કે ગુરુચરણ દિલ્હી એરપોર્ટ પરથી અચાનક ગાયબ થઈ ગયા હતા. જે બાદ તેના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી, જો કે 25 દિવસ બાદ ગુરુચરણ પોતાના ઘરે પરત ફર્યા હતા.

દરેકના પ્રિય અભિનેતા રોશન સિંહ સોઢી એટલે કે છેલ્લા 25 દિવસથી ગુમ થયેલા ગુરુચરણ સિંહ શનિવારે 6 જુલાઈના રોજ ગુમ થયા બાદ પહેલીવાર મુંબઈ પરત ફર્યા હતા. રોશન સિંહ સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ મુંબઈ એરપોર્ટ પર તેના પાલતુ પ્રાણીઓ સાથે જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:ભારતની જીત બાદ અનુષ્કા શર્માએ વિરાટ કોહલી માટે કહી ઈમોશનલ વાત, કહ્યું- આ મેચ દરેક ખેલાડીએ…

તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને તે જ વીડિયોમાં પાપારાઝી તેને પૂછતા જોવા મળી રહ્યા છે કે શું તારક મહેતાની પ્રોડક્શન ટીમે તેની બાકી રકમ ચૂકવી દીધી છે?

આનો જવાબ આપતાં ગુરુ ચરણે કહ્યું, “હા, લગભગ બધાને આપી દીધી, પરંતુ કેટલાક લોકો વિશે મમને ખબર નથી એ મારે પૂછવું પડશે. આ સાથે જ્યારે તેમને શો વિશે પણ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું, “ભગવાન જાણે છે. મને કંઈ ખબર નથી, મને ખબર પડતાં જ હું તમને કહીશ.”

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *