Video: Massive fire broke out during a wedding ceremony in Iraq 100 people died

લગ્નના મંડપમાં ભી!ષણ આ!ગ લાગતાં દુલ્હા-દુલ્હન સહિત લગભગ 100ના લોકોના અવસાન, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં…

Breaking News Viral video

હાલમાં ઈરાક માંથી હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે વાત એમ છે કે ઉત્તરી ઈરાકમાં એક મેરેજ હોલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 100 લોકોના અવસાન થયા છે અને લગભગ 150 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આગ ઇરાકના નિનેવેહ પ્રાંતના હમદાનિયા વિસ્તારમાં લાગી હતી તે મોસુલના ઉત્તરીય શહેરની બહાર અને રાજધાની બગદાદથી લગભગ 335 કિમી ઉત્તર પશ્ચિમમાં, મુખ્યત્વે ખ્રિસ્તી વિસ્તાર છે.

ટેલિવિઝન ફૂટેજમાં લગ્ન મંડપની અંદર બળી ગયેલો કાટમાળ જોવા મળ્યો હતો આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ-બદરે સત્તાવાર ઈરાકી સમાચાર એજન્સી દ્વારા ઘાયલ લોકોની સંખ્યાની જાણ કરી. અલ બદરે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકોને રાહત આપવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો:આટલા કરોડમાં વેચાયો હતો દુનિયાનો સૌથી મોંઘો ઊંટ, ઊંટની ખાસિયત જાણીને તમારા પણ ડોળા ખુલ્લા રહી જશે…

આ સૂચવે છે કે નિધનઆંક હજુ પણ વધી શકે છે. આગના કારણ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આગ સ્થળ પર ફટાકડાના કારણે લાગી હોઈ શકે છે. ઇરાકી સમાચાર એજન્સીએ નાગરિક સંરક્ષણ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે લગ્ન મંડપનો બહારનો ભાગ અત્યંત જ્વલનશીલ વસ્તુઓથી શણગારવામાં આવ્યો હતો.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *