ભારત દેશનો સનાતની હિંદુ ધર્મ નો વારશો પ્રાચીન સમયથી ખુબ મહત્વ ધરાવે છે સદીઓ પહેલાના પ્રાચીન મંદિરો અને તીર્થ સ્થાનો ભારતના વિવિધ રાજ્યો માં આવે છે આજે પણ ખોદકામ દરમિયાન સંસ્કૃતિ અને સભ્યતા ના ઘણા અવશેષો મળી આવે છે એવા ઘણા બધા ગુજરાતમાં પણ મંદિરો આવેલા છે.
જે પોતાના અનોખા ચમત્કારના કારણે પ્રખ્યાત છે ભાવિકોની આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાના કારણે આજે ઘણા બધા મંદિરો પર દર્શનાર્થેની ખૂબ મોટી ભીડ જોવા મળે છે ઘણી બધી જગ્યાએથી ચમત્કારના અવનવા બનાવ સામે આવતા રહે છે એ વચ્ચે તાજેતર માં જ અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથક માંથી એક ચમત્કારી ઘટના સામે આવી છે.
અહીં રહેતા સ્થાનીક અશોક ભાઈના પુત્રને રાત્રે સપનું આવ્યું કે ગામની કોઈ જગ્યાએ મહાકાળી માતાજીની મુર્તી જમીન નીચે દટાયેલી છે યુવકે જણાવ્યા અનુસાર તેના સપનામાં સાક્ષાત મહાકાળી માં આવ્યા અને તેમને પોતાની મુર્તી જે જગ્યાએ છે.
તે સ્થળ જણાવ્યું ગામલોકો અને ગામની સરપંચ મોનીકા બેન સાથે મળીને એ જગ્યાએ ખોદકામ કરતાં મહાકાળી માં ની મુર્તી જમીન નીચેથી મળી આવતા પથંકમાં કુતુહલ સર્જાયું હતુ વિસ્તારમાં થી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા માતાજી ની મુર્તી ને હજુ એ જગ્યા એ રાખવામાં આવી છે.
આ જગ્યાએ મંડપ બાધંવામા આવ્યો છે દર્શન કરવા લોકો દુર દુરથી આવી રહ્યા છે સપના માં જે જગ્યા દેખાઈ હતી એજ ઘાટીએ ખોદકામ કરતાં મહાકાળી માતાજીની મુર્તી મળી આવી હતી આ યુવકનું નામ બકલો હોવાનુ સામે આવ્યું છે.
મિડીયા સાથેની વાતચીતમાં યુવકના પિતાએ જણાવ્યું હતું કે મારા બકલાને મહાકાળી માતાજીએ પરચો આપ્યો છે માતાજીએ કહેવાથી અહીં ખોદકામ કરતાં મહાકાળી માં ની મુર્તી મળી આવી છે ભક્તોની મોટી અવરજવરના કારણે સ્થળ પર મંડપ બાંધીને ભક્તોના દર્શનની સગવડ કરવામાં આવી છે અહીંના સ્થાનિક લોકો સહિત સરપંચ પણ આ ઘટનાને માતાજીનો ચમત્કાર હોવાનું જણાવે છે.