મિત્રો આજે આપણે આઇપીએલ દરમિયાન ચર્ચામાં આવેલી મિસ્ટ્રી ગર્લ કાવ્યા મારનના વિષે વાત કરવાના છીએ. આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ દરમિયાન તમે કાવ્યા મારનને સ્ટેડિયમમાં ઘણી વખત ટીમને પ્રોત્સાહિત કરતા જોયા હશે. કાવ્યા પણ ખેલાડીઓની હરાજી ટેબલ પર રણનીતિ બનાવતી જોવા મળે છે.
હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે કેમેરામેન પર ધૂમ મચાવતી જોવા મળી હતી. કાવ્યા ક્રિકેટ પ્રેમી હોવાની સાથે સાથે સારી સ્કોલર પણ છે. આખરે કાવ્યા મારન કોણ છે?જે હંમેશા ASRH ટીમ સાથે હોય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાવ્યા મારને ન્યૂયોર્ક યુનિવર્સિટી સાથે જોડાયેલા લિયોનાર્ડ એન સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસમાંથી MBAની ડિગ્રી મેળવી છે. તેણે ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી B.Com કર્યું છે કાવ્યા સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીની સીઈઓ છે.
વધુ વાંચો:કરોડોની સંપતિના માલિક છે ક્રિકેટર મહેન્દ્ર સિંઘ ધોની, જાણો તેમની લાઈફસ્ટાઈલ વિષે…
એવું કહેવાય છે કે તેણીએ એમબીએ પૂર્ણ કર્યા પછી, તેણી તેના પિતા કલાનિતિ મારનના વ્યવસાયમાં મદદ કરે છે. કલાનિતિ મારન સન ટીવી નેટવર્કના માલિક છે. ચેન્નાઈમાં 6 ઓગસ્ટ 1992ના રોજ જન્મેલી કાવ્યા મારનને 2019માં સન ટીવી નેટવર્કની ડિરેક્ટર્સ પેનલમાં સામેલ કરવામાં આવી હતી. તેને ક્રિકેટમાં ઊંડો રસ છે.
IPLમાં ખેલાડીઓની હરાજીમાં જે રીતે તે બોલી લગાવતી જોવા મળે છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ટીમ માટે ખેલાડીઓની પસંદગીમાં પણ તે મહત્વની ભૂમિકા ભજવે છે. ફરવાની શોખીન કાવ્યાને સંગીત સાંભળવામાં પણ રસ છે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની વાત કરીએ તો IPL 2023માં તેની હાલત સારી નથી.