ગુજરાત ભરમાં બે સહારા અનાથ ગરીબ ની સહાય લોકોને મદદ કરવા હંમેશા આતુર રહેતા પોપટભાઈ આહીર ને આજે બધા ઓળખે છે પરોપકાર ના કાર્યો વચ્ચે એમને માહીતી મળતા તેઓને માહિતી મળી કે એક મહીલા છેલ્લા ઘણા વર્ષોથી ગટરની પાસે સુવે છે અને રહે છે ત્યારે તે સ્થળ પર પહોંચ્યા હતા ત્યાં મહિલા.
ફાટેલા કપડામાં ખૂબ બીસ્મર હાલતમાં જોવા મળી હતી આ મહિલા માનસિક અસ્વસ્થ જણાતી હતી મહિલા ને પોપટભાઈએ પૂછ્યું કે તમે અહીંયા કેમ રહો છો ત્યારે એ મહિલા કે બાજુનું મારું મકાન આવેલું છે પરંતુ આજુબાજુ તપાસ કરતા એમનું મકાન જોવા મળ્યું નહોતું સાથે આજુબાજુના લોકોને પૂછપરછ કરતા.
જાણવા મળ્યું હતુંકે આ મહિલા છેલ્લા છ વર્ષથી ગટરની વાસીદ સુવે છે અને રહે છે જાતે જમવાનું પણ બનાવેછે તો લોકો એને કોઈ પણ વસ્તુ ખાવા માટે આપેતો તે લેતી નથી અને કહે છકે કોઈનું ના ખવાય તો પોપટભાઈ એને વધારે પૂછે છેતો એ મહિલા જણાવે છેકે મારું નામ ઝરીના છે અને મારા ભાઈનું નામ સુલતાન છે.
ખેડા જિલ્લામાં મારો બંગલો આવેલોછે હું પડી ગઈ હતી ત્યારથી મારી હાલત આવી થઈ ગઈ છે માનસિક અસ્વસ્થ હાલતમાં પણ એની લાગણીઓ છલકાઈ રહી હતી પોપટભાઈએ એને પોતાની સાથે આવવા કહ્યું તો મહિલા સતત ના પાડી રહી હતી પરંતુ પોપટભાઈએ જણાવ્યું કે મારી સાથે મહિલા ટીમ પણ છે તેઓ આપને ખૂબ સાચવશે.
એમ કહીને બાજુના પોલીસ સ્ટેશનમાં આ બાબતની નોંધ કરાવીને પોતાના ટ્રસ્ટમાં લઈ જઈ અને એમને મહીલા ટીમ દ્વારા નવડાવી કપડા પહેરાવી સ્વચ્છ કર્યા સાથે જમાડી અને રહેવા માટે સગવડ કરી અને લોકોનું નિવેદન પણ કર્યું કે ઝરીના બેનના જો કોઈ સગા વાલા હોય તો એમના સુધી આ વાતને જરૂર પહોંચાડજો.
વધુ વાંચો:48 વર્ષની ઉંમરે અભિનેત્રી કાજોલે એક્ટર સાથે કરી કિસ, વિડીયો થયો વાયરલ, જુઓ…
જેથી ઓળખ થાય થાય ત્યાં સુધી અમે એમને ખૂબ સાચવીશું વાચકમિત્રો આ આર્ટિકલ ને વધારેમાં વધારે શેર કરીને ઝરીનાબેન ને એમના પરિવાર સુધી પહોંચવામાં મદદ કરજો એવી નમ્ર વિનંતી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.