હાલ ગણેશ પૂજાને લઈને દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશ પૂજાનું આકર્ષણ આકાશને આંબી રહ્યું છે. ગણેશ પૂજામાં લાલબાગના રાજાનું પણ પોતાનું મહત્વ છે જ્યાં આવનાર દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે.
લાલબાગના રાજાને ભક્તો પણ ખુલ્લેઆમ દાન આપે છે મુંબઈમાં લાલબાગના રાજાના દરબારમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હવે જ્યારે ભક્તોની આટલી મોટી ભીડ આવશે ત્યારે તેઓ તે મુજબ બાપ્પાને પ્રસાદ ચઢાવશે. આજે પ્રથમ દિવસે લાલબાગના રાજાની દાનપેટીમાં પ્રસાદની રકમની ગણતરી કરવામાં આવી હતી. ભક્તોએ ખૂબ જ પ્રસાદ ધરાવ્યો હતો.
મળતી માહિતી મુજબબુધવારે લાલબાગના રાજાની દાનપેટી ખોલવામાં આવી હતી જેથી પ્રથમ દિવસે ભક્તોએ કેટલો પ્રસાદ ચઢાવ્યો હતો. જ્યારે દાનપેટીમાં રાખેલા પૈસાની ગણતરી કરવામાં આવી તો રકમ 42 લાખ પર પહોંચી ગઈ આ ઉપરાંત ભક્તો તેમના પ્રિય બાપ્પાને સોનું અને ચાંદી પણ ચઢાવે છે. તમને જણાવી દઈએ કે ભક્તોએ 198.55 ગ્રામ સોનું અને 5440 ગ્રામ ચાંદી પણ ચઢાવી છે.
વધુ વાંચો:અંબાણી પરિવારના ગણપતિ સેલિબ્રેશનમાં લાગ્યો બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો, સલમાનથી લઈને શાહરુખ, જુઓ ફોટા…
આ ઉત્સવ 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ 10 દિવસ સુધી દેશના ખૂણે-ખૂણે આ તહેવારનો ઉત્સાહ જોવા મળશે, પરંતુ સૌથી વધુ ઉત્સાહ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગણેશ ઉત્સવ દરમિયાન લગભગ 1 કરોડ લોકો અહીં દર્શન માટે આવે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.