ટીવી સિરિયલ સસુરાલ સિમર કા ફેમ દીપિકા કક્કડ તેની પ્રેગ્નેન્સીના સમાચારને કારણે ઘણા સમયથી ચર્ચામાં હતી. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે બાળકના જન્મ પછી દીપિકાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે.
દીપિકાએ વર્ષ 2018માં તેના કો-સ્ટાર શોએબ ઈબ્રાહિમ સાથે લગ્ન કર્યા હતા અને હવે લગ્નના 5 વર્ષ બાદ બંને પેરેન્ટ્સ બની ગયા છે. દીપિકા કક્કરે ઓફિશિયલ પોસ્ટમાં લખ્યું છે કે અલહમદુલિલ્લાહ આજે 21 મી જૂન 2023ની સવારે અમારા ઘરમાં પુત્રનો જન્મ થયો છે, આ પ્રીમેચ્યોર ડિલિવરી છે પરંતુ ગભરાવાની કંઈ વાત નથી બસ પ્રાર્થના અને આશીર્વાદ લેતા રહો.
દીપિકા કક્કરે જાન્યુઆરીમાં પતિ શોએબ ઈબ્રાહિમ સાથે એક ફોટો શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી, ત્યાર બાદ દીપિકા સતત યુટ્યુબ વ્લોગ દ્વારા ફેન્સ સાથે તેના સ્વાસ્થ્યના અપડેટ્સ શેર કરતી હતી. આ દરમિયાન દીપિકા ઘણીવાર તેના પરિવાર સાથે સમય પસાર કરતી જોવા મળી હતી.
વધુ વાંચો:7000 રૂપિયે લીટર વેચાય રહ્યું છે આ જાનવરનું દૂધ, શું તમારા ઘરે પણ છે આવું જાનવર, જાણો સંપૂર્ણ વિગત…
જાન્યુઆરી મહિનામાં દીપિકાની પ્રેગ્નન્સીની જાહેરાત પહેલા જ ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે અભિનેત્રી ગર્ભવતી છે ગુડ ન્યૂઝ શેર કર્યા બાદ દીપિકાએ કહ્યું કે તેને કસુવાવડ થઈ છે, જેના કારણે તેણે પ્રેગ્નન્સીના સમાચાર લાંબા સમય સુધી ચાહકોથી છુપાવ્યા હતા.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.