દોસ્તો હાલમાં દુખદ ખબર સામે આવી છે કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાની મોટા બોરસરા જીઆઈડીસીમાં બુધવારે સાંજે કેમિકલના ડ્રમમાંથી ગેસ લીકેજ થતાં 4 કામદારોના અવસાન થયા હતા. આ ઘટનામાં બેભાન થઈ ગયેલા અન્ય એક કામદારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતા જ જીપીસીબીની ટીમ પોલીસ કાફલા સાથે બોરસરા જીઆઈડીસીની નીલમ ઈન્ડસ્ટ્રીઝ ખાતે પહોંચી ગઈ હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ની ટીમ આજુબાજુના વિસ્તારમાં ગેસની ખરાબ અસરોને રોકવા માટે કાર્યરત છે સ્થાનિક પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે.
બુધવારે સાંજે 4 વાગ્યાના સુમારે બોરસરા જીઆઈડીસીની નીલમ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં 5 કામદારો કામ કરી રહ્યા હતા. દરમિયાન અચાનક કેમિકલ ભરેલા ડ્રમનું ઢાંકણું હટાવતા જ તેમાંથી ઝેરી ગેસ નીકળવા લાગ્યો હતો. ગેસની અસરથી 4 કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ બેભાન થઈ ગઈ હતી.
વધુ વાંચો:બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ: આ દિગ્ગજ ડિરેક્ટરે કરી લીધી ખુદખુશી ! જોધા અકબર, લગાન જેવી ફિલ્મોમાં…
ઘટનાની જાણ થતા માંગરોળ તાલુકાના તહેસીલદાર અને જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. માંગરોળના તહસીલદારે જણાવ્યું કે બોરસરા જીઆઈડીસીની નીલમ ઈન્ડસ્ટ્રીઝ કંપનીનું મટીરીયલ સંગ્રહાયેલું હતું.
કેમિકલ ભરેલા આ ડ્રમ પાસે 5 લોકો ઉભા હતા. દરમિયાન ડ્રમનું ઢાંકણું હટાવવાની સાથે કેમિકલના ધુમાડાને કારણે 5 લોકો બેભાન થઈ ગયા હતા. આ તમામને નજીકની સાધના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ 4ને મૃત જાહેર કર્યા હતા જ્યારે અન્યની સારવાર ચાલી રહી છે.
https://www.youtube.com/watch?v=KoTfRPJ0Q0M&pp=ygUSZ3VqYXJhdGkgcmVhbCBuZXdz
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.